બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Just before the election, BJP won 2 municipalities, while 219 candidates were declared uncontested

લોટરી / ચૂંટણી પહેલાં જ ભાજપ 2 નગરપાલિકા જીતી ગઈ, તો 219 ઉમેદવારો કોંગ્રેસના કારણે બિનહરીફ જાહેર

Nirav

Last Updated: 02:56 PM, 18 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જંગના હવે અમુક દિવસો જ બાકી રહયા છે, જો કે ભાજપે મતદાન પહેલા જ પોતાનું ખાતું ખોલાવી દીધું છે.

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મતદાન પહેલા જ મળી મોટી જીત 
  • બે નગરપાલિકા સહિત, 219 ઉમેદવારો બિન હરીફ જાહેર થયા 
  • 15 જિલ્લા, 83 તાલુકા પંચાયત અને 70 નગરપાલિકા બેઠકો પર ભાજપ બિનહરીફ

ગુજરાત ભાજપ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે, જેના પ્રમાણે ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં મોટા પ્રમાણમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે, નોંધનીય છે કે કોંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા મોટા પ્રમાણમાં ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયા છે. 

219 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે

ગુજરાત ભાજપ દ્વારા તેના 219 બિનહરીફ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, આ બેઠકોમાં 15 જિલ્લા પંચાયત, 83 તાલુકા પંચાયત અને 70 નગરપાલિકાની બેઠકોનો સમાવેશ થાય છે. 

બે નગરપાલિકામાં બિનહરીફ જ ભાજપનો ભગવો લહેરાયો 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના મતવિસ્તારની કડી નગરપાલિકા અને ગીર સોમનાથ જિલ્લાની ઉના નગરપાલિકામાં પણ ભાજપે બિનહરીફ ઉમેદવારોના દમ પર જ ચૂંટણી પહેલા જ સત્તા મેળવી લીધી છે. 

આમ, ગુજરાતમાં ભાજપના દિગ્ગ્જ નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ગઢમાં કોંગ્રેસ કાંગરા નથી ખેરવી શકી અને ગીર સોમનાથ જિલ્લાની ઉનાની નગરપાલિકા કે જે કોંગી ધારાસભ્ય પૂંજાભાઈ વંશનો મતવિસ્તાર છેના ગઢમાં ભાજપે સેંધ મારીને નગરપાલિકા કબ્જે કરી લીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP candidates list Gujarat Elections congress local body Elections 2021 કોંગ્રેસ ભાજપ lottery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ