બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Jumle Wadon Se Aamir Khans fake video goes viral amid Lok Sabha elections actor files FIR

VIDEO / ‘જુમલે વાદો સે રહો સાવધાન...' ચૂંટણી ટાણે જ આમિર ખાનનો ફેક વીડિયો વાયરલ, અભિનેતાએ નોંધાવી FIR

Pravin Joshi

Last Updated: 04:31 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડથી લઈને સાઉથ સુધીના ઘણા સ્ટાર્સના ડીપફેક વીડિયો વાયરલ થયા છે. જેમાં રશ્મિકા મંદાનાનાથી લઈને નોરા ફતેહી સુધીના નામ સામેલ છે. હવે આમિર ખાન તેના એક વાયરલ વીડિયોને લઈને ચર્ચામાં આવી ગયો છે.

લોકસભા ચૂંટણી વચ્ચે આમિર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે એક પાર્ટીને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન વચનો આપવામાં સાવધાન રહેવાની વાત કરી રહ્યો છે. પરંતુ હવે તેણે આ વીડિયોને ફેક ગણાવ્યો છે. આ સાથે આમિર ખાન દ્વારા આ વીડિયો પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આમિર ખાનનું નિવેદન પણ સામે આવ્યું છે. પોસ્ટમાં લખ્યું છે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે શ્રી આમિર ખાને તેની 35 વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. "તેમણે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો છે.

Hamare 15 minutes aur unka 15 lakh yaad rakhna.

jab bhi vote karne Gaye .

Unka Jumla aur hamare awaaz.
Unka Dhokha aur hamare kaam.
Unki takleef aur hamare marham.#AamirKhan pic.twitter.com/SPq3VteSec

— HASSAN🔻𝕏 (@HassanSiddiqei) April 15, 2024

વાયરલ વીડિયો પર નિવેદન

આ સાથે આમિર ખાનના નિવેદનમાં વાયરલ વીડિયો અંગે વાત કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે, અમે તાજેતરના વાયરલ વીડિયોને લઈને ચિંતિત છીએ, જેમાં આરોપ છે કે આમિર ખાન એક ખાસ રાજકીય પક્ષને પ્રમોટ કરી રહ્યો છે. તે સ્પષ્ટ કરવા માંગે છે કે આ એક નકલી વીડિયો છે અને સંપૂર્ણપણે ખોટો છે. તેમણે આ મુદ્દા સાથે સંબંધિત ઘણા અધિકારીઓને મામલાની જાણ કરી છે. જેમાં મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં એફઆઈઆર દાખલ કરવાનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો : 'સલમાનને મારી નાખવા જ કર્યું હતું ફાયરિંગ', ભુજથી ઝડપાયેલા હુમલાખોરોનો ઘટસ્ફોટ

આમિર ખાનનો જે વીડિયો વાયરલ થયો

આમિર ખાનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે 31 સેકન્ડની ક્લિપ છે. આમાં તે હિન્દીમાં બોલતા સંભળાય છે. તે કહે છે, મિત્રો જો તમને લાગે છે કે ભારત એક ગરીબ દેશ છે, તો તમે બિલકુલ ખોટા છો. કારણ કે અહીંનો દરેક નાગરિક કરોડપતિ છે. દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા હોવા જોઈએ. તમે શું કહ્યું તમારી પાસે આ રકમ નથી તો તમારા 15 લાખ રૂપિયા ક્યાં ગયા? જો કે આમિર ખાનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સત્યમેવ જયતે શોના પ્રોમોનો એક ભાગ છે. વીડિયોમાં આમિર ખાનનો અસલી અવાજ બદલવામાં આવ્યો છે. વીડિયોમાં આમિરના અવાજને ધ્યાનથી સાંભળ્યા પછી જ સ્પષ્ટ થાય છે કે તે આમિર ખાનનો અવાજ નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ