બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

VTV / મનોરંજન / બોલિવૂડ / Jiah's mother Rabia Khan said on Sooraj Pancholi's acquittal I am a mother and will fight for my daughter

જિયા ખાન સુસાઇડ કેસ / 'સચ્ચાઇ કી હંમેશા...' કોર્ટના ચુકાદા બાદ સૂરજનું પ્રથમ નિવેદન, તો માતાએ કાઢી ભડાશ, 'મારી દીકરીનું મોત એક સવાલ'

Megha

Last Updated: 03:23 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂરજ પંચોલીએ પોતાની ખુશી વ્યક્ત કરતાં પોસ્ટ કરીને લખ્યું કે 'સત્યની હંમેશા જીત થાય છે', તો કોર્ટના આ નિર્ણય બાદ જિયા ખાનની મા રાબિયા ખાન ઘણી દુખી છે

  • કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો
  • નિર્ણય બાદ સૂરજ પંચોલીએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી 
  • જિયા ખાનની મા રાબિયા ખાન ઘણી દુખી છે 

લગભગ 10 વર્ષ પછી CBI કોર્ટે આજે જિયા ખાન આત્મહત્યા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જણાવી દઈએ કે કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે અને આ નિર્ણય બાદ સૂરજ પંચોલીએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.

સૂરજ પંચોલી નિર્દોષ 
સૂરજ પંચોલીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે પોસ્ટ કરીને લખ્યું, 'સત્યની હંમેશા જીત થાય છે'. હાલમાં તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ એએસ સૈયદે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કરતા કહ્યું કે પુરાવાના અભાવે આ કોર્ટ તમને જિયા ખાન આત્મહત્યા કેસમાં દોષિત ઠેરવી શકે નહીં. એટલા માટે કોર્ટ તમને આ કેસમાંથી નિર્દોષ છોડવાનો નિર્ણય લઈ રહી છે. સૂરજ પંચોલી અને તેનો પરિવાર કોર્ટના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે.

આ મર્ડર કેસ છે
જો કે આ નિર્ણય બાદ જિયા ખાનની મા રાબિયા ખાન ઘણી દુખી છે. તેણે કહ્યું છે કે તે આગળ પણ જિયાની લડાઈ લડતી રહેશે. રાબિયા ખાને કહ્યું, 'હું શરૂઆતથી જ કહી રહી છું કે આ મામલો માત્ર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો નથી, આ મર્ડર કેસ છે. આ હત્યાનો મામલો છે. હું કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું પણ હું મારી લડાઈ ચાલુ રાખીશ.આ નિર્ણયને હાઈકોર્ટમાં લઈ જઈશ. હું એક માતા છું અને હું મારી પુત્રી માટે લડીશ. 

વર્ષ 2013માં 25 વર્ષની જિયા ખાને જુહુના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. તેણે સુસાઇડ લેટરમાં સૂરજ પંચોલી પર અનેક આરોપો લગાવ્યા હતા. જોકે પત્રમાં અભિનેતાનું નામ લખવામાં આવ્યું ન હતું. ત્યારથી, છેલ્લા 10 વર્ષથી અભિનેત્રી રાબિયા ખાનની માતા તેની પુત્રી માટે ન્યાયની માંગ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ