બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:08 PM, 25 August 2024
હિન્દુ ધર્મમાં જન્માષ્ટમી એક લોકપ્રિય તહેવાર છે. જન્માષ્ટમી ભાદ્રપદ મહિનામાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ તિથિએ અડધી રાત્રે રોહિણી નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણે જન્મ લીધો હતો. તો ચાલો જન્માષ્ટમીની કથાઓમાંથી જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કેવી રીતે થયો અને ભગવાન વિષ્ણુએ અડધી રાત્રે જ કેમ કૃષ્ણાવતાર લીધો?
ADVERTISEMENT

દ્વાપર યુગની કથા
ADVERTISEMENT
દ્વાપર યુગમાં મથુરાનો રાજા કંસ હતો જે ખૂબ જ અત્યાચારી હતો. તે તેના પિતા ઉગ્રસેનને ગાદી પરથી હટાવીને રાજા બન્યો હતો. તેની બહેન દેવકી, જેના લગ્ન યદુવંશના વાસુદેવ સાથે થયા હતા. અને તેની બહેનને તેની સાસરીમાં મુકવા જઈ રહ્યો હતો.
રસ્તામાં આકાશવાણી થઈ
ADVERTISEMENT
યાત્રાના સમયે આકાશવાણી થઈ કે, 'હે કંસ, તારી બહેનનો આઠમો પુત્ર જ તારા સર્વનાશનું કારણ બનશે' આ સાંભળીને કંસ વિચારમાં પડી ગયો અને વાસુદેવજીને મારવા તૈયાર થયો.

ADVERTISEMENT
દેવકીએ આપ્યું વચન
ત્યારે દેવકી તેને પ્રાર્થના કરે છે કે, 'હે ભાઈ, તારી મૃત્યુનો માટે મારા પતિનો શો દોષ? હું તને વચન આપું છું કે મારા ગર્ભથી જે સંતાન થશે, તેને હું તને આપી દઇશ'. કંસે દેવકીની વાત માનીને દેવકી અને વાસુદેવને જેલમાં પૂરી દીધા.
ADVERTISEMENT
જ્યારે આઠમા બાળકનો જન્મ થવાનો હતો ત્યારે
વાસુદેવ અને દેવકીના સાત પુત્રો થયા. દેવકીએ પોતાના વચન પ્રમાણે સાતેય બાળકોને જન્મ લેતા જ કંસને આપ્યા, જેમને કંસે મારી નાખ્યા. અને જ્યારે આઠમા બાળકની તૈયારી હતી, ત્યારે ભગવાન વિષ્ણુએ વાસુદેવ અને દેવકીના દુઃખી જીવનને જોઈને આઠમા પુત્રની રક્ષાનો ઉપાય રચ્યો.
ADVERTISEMENT
વિષ્ણુના આઠમા અવતારની તૈયારી
મથુરાની નજીક યદુવંશી સરદારને પણ બાળક થવાનો હતો. અને જ્યારે દેવકીને પુત્ર થયો ત્યારે જ ભગવાન વિષ્ણુના આદેશથી યોગમાયાએ યશોદાના ગર્ભમાં બાળકીના રૂપે જન્મ લીધો.

આવી રીતે થયો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ
જે જેલમાં દેવકી અને વાસુદેવને રાખ્યા હતા તેમ અચાનક પ્રકાશ થયો અને તેમની સામે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને કહ્યું કે, 'હું તમારા બંનેના પુત્ર સ્વરૂપે અવતરી રહ્યો છું. મારા શિશુના રૂપે જન્મ લેતા જ, તમારા મિત્ર નંદજીના ઘરે લઈને જજો. અને તેમની દીકરીને લઈને કંસને સોંપી દેવી. તમે માર્ગની ચિંતા ન કરો, તમને ગોકુળ જવાનો માર્ગ મળી જશે.'

વધુ વાંચો: ભગવાન કૃષ્ણે જીવ કરતાં વધારે વહાલી વાંસળી કેમ તોડી નાખીતી? કાના ખૂબ રડ્યોતો
અડધી રાત્રે જ કેમ થયો ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ
માન્યતા પ્રમાણે ચંદ્રદેવની ઈચ્છા હતી કે શ્રી વિષ્ણુ મારા કુળમાં કૃષ્ણ રૂપે જન્મ લે. સૌથી મહત્વની હકીકત એ છે કે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીની અડધી રાત્રે જ તે શુભ સમયની રચના થઈ રહી હતી, જ્યારે ભગવાન વિષ્ણુ 64 કલાઓમાં પારંગત એવા ભગવાન કૃષ્ણ તરીકે જન્મ લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.