બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jaimin Patel and Prakash Datania, accused of forging government documents, granted 9-day remand

એજન્ટરાજ / ગાંધીનગર: દારૂની બાતમીમાં નકલી સરકારી દસ્તાવેજોનો ભાંડો ફૂટ્યો, મોટા કૌભાંડની આશંકા, આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર

Dinesh

Last Updated: 09:46 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાવટી સરકારી દસ્તાવેજ મામલે બે આરોપી જયમીન પટેલ અને પ્રકાશ દાતણિયાના 9 દિવસના રિમાન્ડ મંજૂર, કુલ 21 બનાવટી દસ્તાવેજ અને નિમણૂક પત્રો મળતા મોટા કૌભાંડની આશંકા

 

 

  • નકલી સરકારી દસ્તાવેજો બનાવનાર આરોપીઓના રિમાન્ડ મંજૂર
  • જયમીન પટેલ અને પ્રકાશ દાતણિયાના 9 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર
  • પોલીસે આરોપીઓના 14 દિવસના માંગ્યા હતા રિમાન્ડ


ગાંધીનગરમાં બનાવટી સરકારી દસ્તાવેજ મામલે બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જે બન્ને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં કોર્ટે આરોપી જયમીન પટેલ અને પ્રકાશ દાતણિયાના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે જણાવી દઈએ કે, સેક્ટર 21માં પોલીસે નકલી દસ્તાવેજ સાથે પ્રકાશ દાતણિયા નામના આરોપીની ધરપકડ કરી હતી, ત્યારબાદ પોલીસ તપાસમાં એજન્ટ જયમીન પટેલનું નામ પણ સામે આવ્યું હતું

21 બનાવટી દસ્તાવેજ મળી આવ્યા હતા
ગાંધીનગરમાં બનાવટી સરકારી દસ્તાવેજ મામલે બે આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં કુલ 21 બનાવટી દસ્તાવેજ અને નિમણૂક પત્રો મળતા મોટા કૌભાંડની આશંકા જણાઈ આવી છે. પ્રકાશ દંતાણીયાના ઘરેથી મોટા પ્રમાણમાં સર્વિસ બુક-નિમણૂક પત્રો મળ્યા છે. ફોરેસ્ટ, પોલીસ વિભાગના અને પ્રવાસન નિગમના નિમણૂક પત્રો મળી આવ્યા છે. આરોપી પ્રકાશ દોઢ વર્ષ પહેલા સ્વર્ણિમ સંકુલમાં રોજમદાર તરીકે નોકરી કરતો હતો.

પોલીસે બાતમીના આધારે રેડ
આરોપી રૂપિયા 1થી 5 લાખ લઇને નિમણૂક પત્રો આપતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે દારૂની બાતમીના આધારે રેડ કરતા બનાવટી દસ્તાવેજ મળી આવ્યા છે. અત્રે ખાસ વાત છે કે, ગાંધીનગર SP કચેરીના પણ કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે. જે મુદ્દે પોલીસે સંબંધિત અધિકારીઓને જાણ કરીને વધુ તપાસ હાથધરી છે. બંને આરોપીઓ સામે ભૂતકાળમાં ચેક બાઉન્સના કેસ થયેલા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ