બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / મનોરંજન / અજબ ગજબ / બોલિવૂડ / jacqueline fernandez received gifts of crores from sukesh

OMG / 27 લાખની બિલાડીઓ, 52 લાખનો ઘોડો, કાર...: સુકેશ તરફથી જેક્લીનને મળેલી ગિફ્ટ જોઈ અધિકારીઓ પણ ચોંકયા

Khevna

Last Updated: 05:58 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલમાં બંધ ગુનેગાર સુકેશ ચંદ્રશેખર સાથે અભિનેત્રી જેકલીનનાં કનેક્શન. 52 લાખનો ઘોડો, 9-9 લાખની ત્રણ બિલાડીઓ,ડાયમંડ સેટ અને સગાસબંધીઓને લાખોના ઉધાર વગેરે જેવી ગિફ્ટ્સ મળી હતી.

  • ED એ જેકલીનની 7.27 કરોડની સંપતિ જપ્ત કરી
  • અભિનેત્રીનું જાણીતા આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે કનેક્શન
  • સુકેશ ઉપર 200 કરોડના મની લોન્ડરિંગનો ચાલે છે કેસ  

 

શા માટે જપ્ત કરી અભિનેત્રીની મિલકત
ED એ બોલિવૂડ અભિનેત્રી જેકલીનની 7.27 કરોડની મિલકત જપ્ત કરી. જેકલીન ઉપર 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી સુકેશ ચંદ્રશેખર પાસેથી કીમતી ગિફ્ટ લેવાનો આરોપ છે. ચંદ્રશેખર જેકલીન ઉપર પાણીની જેમ પૈસા ઉડાવાતો હતો. શું શું ગિફ્ટ ચંદ્રશેખરે જેકલીનને આપી એ હાલ બહાર આવ્યું છે જેમાં 9-9 લાખની 3 બિલાડીઓ, 52 લાખનો ઘોડો અને હીરા જવેરાત વગેરે પણ સામેલ આવ્યા છે. 


પહેલા પણ થઈ ચૂકી છે અભિનેત્રીની પૂછપરછ
ED એ ગયાં વર્ષમાં જ સુકેશની સામે અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. જેમાં જેકલીનને આપેલ મોંધી ગિફટો વિશે પણ માહિતી હતી.સુકેશની પૂછપરછ દરમિયાન જેકલીનને આપેલ ગિફ્ટની કબૂલાત થઈ હતી. ED નું અનુમાન છે કે સુકેશે જેકલીન ને 5 કરોડ 71 લાખની ગિફટો આપી હતી. આ સિવાય જેકલીનના સગાસબંધીઓને     1,73,000 અમેરિકન ડોલર અને 27,000 ઓસ્ટ્રેલિયન ડોલરની ઉધારી પણ આપી હતી.આ બધા ગિફ્ટની યાદી     ED એ બનાવી હતી જે ગિફ્ટ જેકલીનને સુકેશ તરફથી મળી હતી.


શું શું મળ્યું હતું ગિફ્ટમાં

  • 3 પર્સિયન બિલાડીઓ,જે એક-એકની કિમત છે 9 લાખ રૂપિયા    
  • એક અરબી ધોડો, જેની કિમત 52 લાખ રૂપિયા
  • ડાયમંડ સેટ , કાનમાં પહેરવાની ઈયરરિંગ્સની 15 જોડી
  • મોંધી ક્રોકરી
  • Gucci અને Chanel બ્રાન્ડ્સ ના ડીજાઈનર બેગ
  • જિમમાં પહેરવા Gucci ના બે આઉટફિટ્સ    
  • Louis Vuitton બ્રાન્ડ્સના ઘણા જોડી બુટ
  • Hermes ના બે બ્રેસલેટ
  • એક મિનિ કૂપર (Mini Cooper) કાર
  • રોલેક્સની (Rolex) મોંધી ઘડિયાળ


માતાપિતાને પણ ગિફ્ટમાં આપી હતી મોંધી કાર
સુકેશ ચંદ્રશેખરે ગયા વર્ષની ઇડીની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે જેકલીનને 7 કરોડ રૂપિયાની જ્વેલરી ગિફ્ટમાં આપી હતી. તેણે જેકલીનની અમેરિકામાં રહેતી બહેનને દોઢ લાખ ડોલરની (અંદાજે 1.13 કરોડ રૂપિયા) લોન અને BMW X5 કાર પણ આપી હતી. સુકેશે પૂછપરછમાં જણાવ્યું  હતું કે જેકલીનના માતાપિતાને પણ એક  માસેરાતી (Maserati) કાર અને બેહરીનમાં જેકલીનની માતાને પોર્શે (Porsche) કાર ગિફ્ટ કરી હતી.

શું કહ્યું જેકલીને પોતાના નિવેદનમાં    
2021ના વર્ષે ઓગસ્ટ અને ઓકટોબર મહિનામાં જેકલીનનું ED દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું.જેમાં તેણીએ સુકેશ પાસેથી લીધેલી ગિફ્ટ અને ઉધારી લેવાની વાત ને હકારી હતી. એ સમયે જણાવ્યું હતું કે સુકેશે એને Gucci અને Chanel બ્રાન્ડ્સના 3 ડીજાઈનર બેગ,Gucciના 2 જિમ આઉટફિટ્સ,Louis Vuitton બ્રાન્ડ્સના બુટ, ડાયમંડના 2 ઈયરરિંગ્સ ,મલ્ટી-કલર સ્ટોનનું બનેલુ એક બ્રેસલેટ અને Hermes બ્રાન્ડ્સના 2 બ્રેસલેટ ગિફ્ટમાં આપ્યા હતા.

અભિનેત્રીએ ED ને એ પણ જણાવ્યું હતું કે સુકેશે એક મિનિ કૂપર કાર પણ ભેટમાં આપી હતી , પરંતુ એ કાર તેણીએ પાછી આપી દીધી હતી .જેકલીને જણાવ્યું હતું કે એની બહેનને પણ ઉધારરૂપે દોઢ લાખ ડોલર દીધા હતા આ સિવાય ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈના ખાતામાં 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા ની વાત પણ કબુલી હતી.    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ