બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / Israel-Gaza Violence: India says, immediate de-escalation need of the hour

નિવેદન / ઈઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચે ભયંકર હુમલા મુદ્દે ભારતે આપ્યું મોટું નિવેદન, બંને દેશોને આ કામ કરવા અપીલ

Parth

Last Updated: 09:25 AM, 13 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે હાલમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતે સમગ્ર મામલે હિંસાની નિંદા કરી છે.

  • ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભારે ઘમાસાણ 
  • સમગ્ર મામલે ભારતે હિંસા તરત જ રોકવા કરી અપીલ 
  • જમીનની સ્થિતિને બદલવાથી બચે બંને દેશ : ભારત 

ભારતે રોકેટ હુમલાની કરી નિંદા 

ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ત્યારે ભારતે બધા જ પ્રકારની હિંસક ગતિવિધિઓની નિંદા કરી છે સાથે જ હિંસા તાત્કાલિક ઓછી કરવા પર ભાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ TS તિરુમૂર્તિએ બુધવારે ટ્વિટ કરીને કહ્યું પૂર્વી યરૂશલેમમાં તણાવ મુદ્દે ભારતે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું છે કે ભારત બધા જ પ્રકારની હિંસક ગતિવિધિ, ખાસ કરીને ગાઝાથી કરવામાં આવેલા રોકેટ હુમલાઓની નિંદા કરે છે. 

ભારતીય મહિલાનું પણ થયું મોત 

તિરુમૂર્તિએ ઈઝરાયલમાં ભારતીય નાગરિકની મોત પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે હિંસા તાત્કાલિક ધોરણે ઓછી કરવાની જરૂર છે અને બંને પક્ષોએ જમીન પર યથાસ્થિતિમાં બદલાવ કરવાથી બચવું જોઈએ. 

ગાઝામાં ઈઝરાયલે મચાવી તબાહી, હમાસના કેટલાય કમાંડરોને માર્યા 

નોંધનીય છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને રમજાન મહિનાના છેલ્લા શુક્રવારથી બંને દેશો વચ્ચે હિંસા ચાલુ થઈ ગઈ છે. ગાઝા તરફથી હમાસ જેને ઈઝરાયલ આતંકવાદી સંગઠન માને છે તેના તરફથી ઈઝરાયલ પર હજારો રોકેટથી હુમલા કરવામાં આવ્યા, આ પહેલા ઈઝરાયલે પણ ગાઝામાં એરસ્ટ્રાઈક કરી હતી. હમાસના હુમલામાં ઈઝરાયલમાં રહેતી એક ભારતીય મહિલાનું પણ મોત નીપજ્યું હતું. 

ભારતે ધીરજ રાખવા કરી અપીલ 

નોંધનીય છે કે તાજા જાણકારી અનુસાર બંને પક્ષો તરફથી કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં ગાઝામાં 65 જ્યારે ઈઝરાયલમાં 7 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે ભારતે બંને પક્ષોને ધીરજ રાખવા અપીલ કરી છે તથા બંને પક્ષોને આહવાહન કર્યું છે કે તે જમીનની જે યથાસ્થિતિને બદલવાથી બચે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ