બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Iraq Green Zone Hit By Two Rockets Where Us Embassy And Other Government Offices Are Located

BIG BREAKING / ઈરાકના બગદાદમાં અમેરિકાની એમ્બેસી પાસે રોકેટ હુમલો, દેશ આખામાં ભારેલો અગ્નિ

Parth

Last Updated: 09:01 AM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાકમાં અમેરિકાનાં અધિકારીઓ આતંકવાદીઓના નિશાને છે ત્યારે આજે ફરી અમેરિકાની એમ્બેસી પર આતંકવાદીઓ દ્વારા રોકેટ હુમલો કરવામાં આવ્યો છે.

  • બગદાદમાં આતંકવાદીઓ દ્વારા રોકેટ હુમલો 
  • ગ્રીન ઝોનમાં અમેરિકાની એમ્બેસી હતી નિશાને 
  • જુલાઇમાં પણ અમેરિકાની એમ્બેસી પર થયો હુમલો 

બે રોકેટથી થયો હુમલો 
ઈરાકની રાજધાની બગદાદમાં અતિ સુરક્ષિત ગણાતા ગ્રીન ઝોનમાં બે રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. ઘટના બાદ આખા દેશમાં સુરક્ષા એજન્સીઓને અલર્ટ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ જ ગ્રીન ઝોનમાં અમેરિકાની એમ્બેસી તથા અન્ય સરકારી ઈમારતો ઉપસ્થિત છે. અહેવાલ અનુસાર એક રોકેટને તો ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યો હતો જ્યારે બીજો રોકેટ પડ્યો અને જેમા વાહનોને જ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. 

કોઈ મોટું નુકસાન નહીં, પણ અમેરિકા ગુસ્સે ભરાશે 
ઈરાકમાં વર્ષોથી આ પ્રકારે તણાવ જોવા મળે છે અને રોકેટ હુમલા અવાર નવાર કરવામાં આવે છે. આ હુમલામાં જાનહાનીને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ મળી શકી નથી. જોકે એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. ઈરાકી સેનાએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી. લોન્ચ પેડ પરથી જ્યાંથી હુમલો કરવામાં આવ્યો હતો તે પણ મળી ગયું છે. જોકે અમેરિકા આ પ્રકારનાં હુમલાને પણ ખૂબ મહત્વ આપે છે અને જડબાતોડ જવાબ પણ આપે છે. ગ્રીનઝોનમાં કરાયેલ હુમલા બાદ અમેરિકા પણ શાંત નહીં રહે તેવું માનવામાં આવી રહ્યું છે. 

અનેકવાર અમેરિકા પર કરાય છે હુમલા 
નોંધનીય છે કે આ પહેલા પણ અમેરિકાની એમ્બેસી પર જુલાઇ મહિનામાં ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા. આ સિવાય સિરીયામાં પણ અમેરિકાનાં દૂતાવાસ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે.  અમેરિકા પણ બીજી બાજુ એરસ્ટ્રાઈક કરે છે જેના જવાબમાં આતંકવાદીઓ રોકેટ હુમલા કરે છે. માર્ચ મહિનામાં પણ અમેરિકાના એક બેઝ પર 10 રોકેટથી હુમલા કરવામાં આવ્યા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ