બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:40 PM, 13 June 2025
Israel iran war : ઈરાને 6 પરમાણુ વૈજ્ઞાનિકોના મૃત્યુનો સ્વીકાર કર્યો છે. આમાં ઈરાનના પરમાણુ ઉર્જા સંગઠનના ભૂતપૂર્વ વડા ડૉ. ફેરેદુન અબ્બાસી અને અગ્રણી પરમાણુ ભૌતિકશાસ્ત્રી ડૉ. મોહમ્મદ મેહદી તેહરાનચી, અબ્દુલહમીદ મિનુચેહર, અહમદરેઝા ઝોલ્ફાઘરી, સઈદ અમીરહુસેન ફેકી, મોતલાબિઝાદેહનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ઇરાની નેતૃત્વ ધુંવાપુંવા
ઈઝરાયલી હુમલામાં દેશના ટોચના નેતૃત્વ ગુમાવ્યા બાદ ઈરાન ધુંવાપુંવા છે. ઈરાની મીડિયા અનુસાર, ઈરાનના સંરક્ષણ પ્રધાન અઝીઝ નાસિરઝાદેહે કહ્યું છે કે, ઈઝરાયલે અમારા 'કચડી નાખનારા જવાબ'ની રાહ જુઓ.
ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો
સંયુક્ત રાષ્ટ્રને મોકલવામાં આવેલા પત્રમાં, ઈરાને આ હુમલા પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે. તેહરાને ઈઝરાયલી હુમલાઓની સખત નિંદા કરી છે અને ઈરાની સાર્વભૌમત્વના ઉલ્લંઘનથી ઉદ્ભવતા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે સુરક્ષા પરિષદને તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે.
ADVERTISEMENT
ઇરાનનાં સાર્વભૌમત્વ પર પ્રહાર
સંયુક્ત રાષ્ટ્રને મોકલવામાં આવેલા પત્રમાં, ઈરાને કહ્યું છે કે, "ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન આ કાયરતાપૂર્ણ અને ગેરકાયદેસર કૃત્યોનો જવાબ અમે અમારી પસંદગીનાં સ્થળે સમયે નિર્ણાયક અને પ્રિસાઇઝ રીતે આપીશું. તેમાં વધુમાં જણાવાયું છે કે, ઈરાનની પ્રાદેશિક અખંડિતતા, રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોનું રક્ષણ કરવું એ મૂળભૂત અને બિન-વાટાઘાટોપાત્ર અધિકાર છે. ઈરાને કહ્યું કે, ઈઝરાયલનો હુમલો 'યુદ્ધની ઘોષણા' છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને કહ્યું કે ઈઝરાયલનું આક્રમણ 'યુદ્ધની ઘોષણા' છે. અરાઘચીએ IAEAને પત્ર લખીને IAEAના વડા ગ્રોસીને ઈરાનના પરમાણુ સ્થળો પર ઈઝરાયલી હુમલાની નિંદા કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, ઈઝરાયલનું આ પગલું ઈરાન સામે યુદ્ધની આક્રમક ઘોષણા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : 'હું કૂદ્યો ન હતો, પણ...', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કેવી રીતે થયો
ઇઝરાયલે હુમલાની જવાબદારી સ્વિકારી
ADVERTISEMENT
ઈઝરાયલે કહ્યું છે કે, ઝાયોનિસ્ટ શાસનને આ આક્રમણ અને તેની વ્યૂહાત્મક ખોટી ગણતરી માટે ભારે કિંમત ચૂકવવી પડશે. ઈરાનના ટોચના લશ્કરી નેતૃત્વની હત્યા કરી છે. આ અભૂતપૂર્વ હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી નેતૃત્વનો નાશ કરવામાં આવ્યો છે. ઈરાનના ઘણા પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. તેના પરમાણુ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને પણ નુકસાન થયું છે.
ઇરાનની ટોચની આખી લીડરશીપ ખતમ
ADVERTISEMENT
ઈરાને સ્વીકાર્યું કે, ઈરાની સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદ બાઘેરી; ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડર મેજર જનરલ હુસૈન સલામી; આ હુમલામાં ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના કમાન્ડર મેજર જનરલ ગુલામ અલી રશીદ માર્યા ગયા છે.
ઇઝરાયલી હુમલામાં 6 પરમાણુ વૈજ્ઞાનિકોના મોત
જો આપણે ઇઝરાયલી હુમલામાં માર્યા ગયેલા ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકોની વાત કરીએ, તો ઇરાને 6 પરમાણુ વૈજ્ઞાનિકોના મોતનો સ્વીકાર કર્યો છે. આમાં ઇરાનના પરમાણુ ઉર્જા સંગઠનના ભૂતપૂર્વ વડા ડૉ. ફેરેદુન અબ્બાસી; અને અગ્રણી પરમાણુ ભૌતિકશાસ્ત્રી ડૉ. મોહમ્મદ મહેદી તેહરાનચી, અબ્દુલહમીદ મિનોચેહર, અહમદરેઝા ઝોલ્ફાઘરી, સઈદ અમીરહુસેન ફેકી, મોતલાબિઝાદેહનો સમાવેશ થાય છે.
ઇરાનનાં સર્વોચ્ચ નેતાનું નિપજ્યું મોત
આ હુમલા પછી, ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અલી ખામેનીએ ગુસ્સે ભરાયા છે. તેમણે ઇરાનને સજા કરવાની ધમકી આપી છે. અલી ખામેનીએ કહ્યું, "ઝાયોનિસ્ટ શાસનને કડક સજાની અપેક્ષા રાખવી જોઈએ. ઇરાનના સશસ્ત્ર દળોનો શક્તિશાળી હાથ તેમને સજા વિના છોડશે નહીં. આ હુમલામાં આપણા ઘણા કમાન્ડર અને વૈજ્ઞાનિકો શહીદ થયા હતા, પરંતુ તેમના અનુગામીઓ તેમનું મિશન ચાલુ રાખશે. આ ગુનો કરીને, ઝાયોનિસ્ટ શાસને તેનું કડવું ભાગ્ય સીલ કરી દીધું છે અને તેને તેની કિંમત ચૂકવવી પડશે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.