બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / પ્રીતિ ઝિંટાને પૂછ્યું, 'તમે લગ્ન ન કર્યાં એટલે મેક્સવેલ સારુ ન રમ્યો', જવાબ જાણીને નવાઈ લાગશે

IPL 2025 / પ્રીતિ ઝિંટાને પૂછ્યું, 'તમે લગ્ન ન કર્યાં એટલે મેક્સવેલ સારુ ન રમ્યો', પ્રીતિનો જવાબ જાણીને નવાઈ લાગશે

Last Updated: 08:49 AM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કિંગ્સની માલિક એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાને એક ખોટા સવાલનો સામનો કરવાનો આવ્યો અને અયોગ્ય સવાલ પૂછાતાં પ્રીતિ ભડકી ઉઠી હતી.

પંજાબ કિંગ્સનો ખેલાડી ગ્લેન મેક્સવેલ આ આઈપીએલમાં જરા પણ ચાલ્યો નથી અને હવે તેના ન રમવાનો મામલો માલિક પ્રીતિ ઝિંટા પાસે પહોંચ્યો અને તે અસહજ થઈ ઉઠે તેવો એક સવાલ પૂછાયો હતો. હકીકતમાં એક ચાહકે પ્રીતિ ઝિંટાને એવું પૂછ્યું કે મેમ, તમારા લગ્ન ગ્લેન મેક્સવેલ સાથે થયા નથી એટલે મેક્સવેલ આઈપીએલમાં સારુ રમી શક્યો નથી. એક યૂઝરે ઓનલાઈન સવાલ પૂછતાં પ્રીતિ ભડકી ઉઠી હતી.

વધુ વાંચો : ભારત પાક. ઈન્ટરનેશનલ બોર્ડરે પહેલી વાર બની અદ્દભુત ઘટના, જાણીને કહેશો ખરેખર આવું જ જોઈએ

પ્રીતિએ શું જવાબ આપ્યો

સવાલનો જવાબ આપતાં પ્રીતિએ કહ્યું કે શું તમે આ સવાલ બીજી ટીમના પુરુષ માલિકોને પણ પૂછશો? કે પછી આ મહિલા સામેનો ખાલી ભેદભાવ છે. હું જ્યાં સુધી ક્રિકેટમાં આવી નહોતી ત્યાં સુધી મને કોર્પોરેટ સેટઅપ્સમાં મહિલા માટે ટકી રહેવું કેટલું અઘરું છે તેની કદી પણ ખબર નહોતી. પ્રીતિએ કહ્યું કે મને ખાતરી છે કે તમે આ સવાલ મજાકમાં કહ્યો હશે પરંતુ મને આશા છે કે તમારે ખરેખર તમારા સવાલને જોવો જોઈએ અને સમજવુ જોઈએ કે તમે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યાં છો કારણ કે જો તમે ખરેખર શું કહેવાનો પ્રયાસ કરી રહ્યાં છો તે જાણી જશો, તો તે સારુ નહીં, મને લાગે છે કે છેલ્લા 18 વર્ષની તનતોડ મહેનતથી મેં ઘણું મેળવ્યું છે, તો કૃપા કરીને જેને હું ડિઝર્વ કરું છું તેટલું સન્માન મને આપો અને આ જાતિ ભેદ બંધ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 Preity Zinta IPL 2025 NEWS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ