બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ભારત પાક. ઈન્ટરનેશનલ બોર્ડરે પહેલી વાર બની અદ્દભુત ઘટના, જાણીને કહેશો ખરેખર આવું જ જોઈએ
Last Updated: 08:59 AM, 12 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયાં બાદ પહેલી વાર જમ્મુ કાશ્મીરમાં આવેલી ઈન્ટરનેશનલ બોર્ડરે પહેલી રાત એકદમ શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી. ત્યાં સુધી કે એક પણ નાની કે મોટી અપ્રિય ઘટના બની નહોતી.
ADVERTISEMENT
"Under normal circumstances, infiltration across the Line of Control is done by terrorists. We have information that the Pakistani army may also be involved in infiltration across the Line of Control, which is trying to harm our posts..." says DGMO Lieutenant General Rajiv Ghai… pic.twitter.com/2imPdVgInn
— WION (@WIONews) May 11, 2025
સરહદે પહેલી રાત એકદમ શાંતિથી વીતી
ADVERTISEMENT
ભારતીય સેનાએ આજે સવારે જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ "મોટાભાગે શાંતિપૂર્ણ" રહી હતી. ભારત અને પાકિસ્તાને શનિવારે સાંજે 5 વાગ્યાથી તાત્કાલિક અસરથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સમજૂતી કરી હતી. જોકે, કલાકો પછી, શ્રીનગર અને ગુજરાતના કેટલાક ભાગો સહિત જમ્મુ અને કાશ્મીરના વિવિધ સ્થળોએ ડ્રોન જોવા મળ્યા અને તેમને અટકાવવામાં આવ્યા. મોડી રાત્રે પ્રેસ બ્રીફિંગમાં ભારતે કહ્યું કે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને તેના સશસ્ત્ર દળો યોગ્ય" જવાબ આપી રહ્યા છે.
“Pakistan lost 35 to 40 personnel in artillery and small arms duels on the Line of Control between the 7th and 10th of May”
— Visegrád 24 (@visegrad24) May 11, 2025
- Indian defence officials pic.twitter.com/LJIBxD86UU
4 દિવસના તણાવ બાદ યુદ્ધવિરામ
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસની ભારે તંગદિલી બાદ યુદ્ધવિરામ થયો હતો જે પછી પહેલી રાત શાંતિથી પસાર થઈ હતી.
આવી શાંતિ કાયમ રહે તો કેવું
સરહદે પહેલી રાત શાંતિવાળા સમાચાર વહેતા થયા બાદ લોકોએ પણ તેની પર મસ્ત મજાની કોમેન્ટ કરી હતી. એક યૂઝરે લખ્યું કે આવી શાંતિ કાયમ રહે તો કેવું. બીજાએ લખ્યું કે આ અદ્દભુત ઘટના છે આવું રિપિટ થવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT