ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'મજા માટે'! લેડી ડોક્ટરે ચકચાર જગાવી! 70 લાખમાં વોટ્સએપ પર મગાવી આ ચીજ, પોતે લેશે કે બીજા માટે!

હૈદરાબાદમાં હડકંપ / 'મજા માટે'! લેડી ડોક્ટરે ચકચાર જગાવી! 70 લાખમાં વોટ્સએપ પર મગાવી આ ચીજ, પોતે લેશે કે બીજા માટે!

Last Updated: 12:34 PM, 11 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ પર 5 લાખનું કોકેઈન ખરીદનાર હૈદરાબાદની લેડી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

હૈદરાબાદની એક જાણીતી હોસ્પિટલના લેડી સીઈઓ નમ્રતા ચિગુરુપતિની ડ્રગ્સના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. છ મહિના પહેલા ઓમેગા હોસ્પિટલ્સના સીઈઓ પદેથી રાજીનામું આપનાર નમ્રતા ચિગુરુપતિની મુંબઈ સ્થિત સપ્લાયર વંશ ધાક્કર પાસેથી કુરિયર દ્વારા કોકેન મેળવતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. નમ્રતા ડ્રગ પેડલર બાલકૃષ્ણ સાથે પકડાઈ ગઈ, જે ડ્રગ્સ પહોંચાડી રહ્યો હતો.

વોટ્સએપ પર મંગાવ્યું 5 લાખનું કોકેઈન

પોલીસે જણાવ્યું હતું કે 34 વર્ષીય નમ્રતાએ વોટ્સએપ પર 5 લાખના કોકેઈનનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર બાદ તેણે આ રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે "નમ્રતા નામના એક ડોક્ટરે મુંબઈના વંશ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું, જે તેના પરિચિત હતા. ત્યારબાદ બાલકૃષ્ણ નામનો એક વ્યક્તિ (ડ્રગ્સ) સપ્લાય કરવા આવ્યો અને રાયદુરગામ ખાતે તેને તે સોંપી દીધો. પોલીસે તેમને શોધી કાઢ્યા અને પકડી લીધા. તેમની પાસેથી 10,૦૦૦ રૂપિયા રોકડા, 53 ગ્રામ કોકેઈન અને બે સેલ ફોન જપ્ત કરવામાં આવ્યા.

ડ્રગ્સ પર ઉડાવ્યાં 70 લાખ

પોલીસ પૂછપરછમાં નમ્રતાએ 70 લાખનું ડ્રગ્સ વોટ્સએપ પર મંગાવ્યું હોવાની કબૂલાત કરી લીધી છે. પોલીસે તેની સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે, અને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપી છે.

વધુ વાંચો : નક્કી થઈ ગયો ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન, હવે ખાલી જાહેરાત બાકી, બધાનો માનીતો છે!

નશા માટે કે બીજા હેતુ માટે ડ્રગ્સ મંગાવતી?

રિપોર્ટ અનુસાર, ડોક્ટર ડ્રગ્સની બંધાણી નહોતી તો પછી આટલી મોટી માત્રામાં ડ્રગ્સ મંગાવીને શું કરતી હતું તે પણ એક તપાસનો વિષય છે. હાલમાં તપાસ ચાલી રહી છે. તપાસમાં સત્ય સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hyderabad Doctor Cocaine Doctor Cocaine news Cocaine news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ