બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Change in review system IPL implemented this rule

IPL 2024 / આ સિઝનમાં રિવ્યૂ નિયમમાં કરાશે મોટો ફેરફાર, IPL લાગુ કરવા જઇ રહી છે નવો રૂલ્સ

Megha

Last Updated: 01:35 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇપીએલ 2024 શરૂ થવામાં હવે માત્ર 2 દિવસ બાકી છે જ્યારે આ સિઝનની પહેલી મેચ ગયા વર્ષની વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.

આઇપીએલ તેની દરેક સિઝનમાં કઇંક જુદું કરવાનું પ્રયાસ કરે છે જેથી લીગની લોકપ્રિયતા અને ટ્રાન્સપરેંસી બની રહે. આ શ્રેણીમાં દર વર્ષે દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 લીગ પ્રયોગ કરે છે. આઇપીએલ 2024 શરૂ થવામાં માત્ર 2 દિવસ બાકી છે જ્યારે ગયા વર્ષની વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આ સિઝનની પહેલી મેચ રમાશે.

આ વખતની આઇપીએલની 17મી સિઝનમાં રિવ્યૂ સિસ્ટમમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. આઇપીએલમાં ખૂબ જ જોરદાર સ્પર્ધા જોવા મળે છે અને એક નાની ભૂલના કારણે મેચની બાજી પલટી જાય છે. આ વખતે આવી પરિસ્થિતિનો સામનો ના કરવો પડે તે માટે આ સિઝનમાં સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ લાવી રહ્યા છે. આ સિસ્ટમના આવવાથી નિર્ણય લેવાની ક્ષમતા વધારે સચોટ બનશે. 

આ સિસ્ટમથી ભૂલો ઓછી થશે
આ સિસ્ટમને લાવવાનો હેતુ ખોટી ભૂલોને રોકવાનો છે. મીડિયા રિપોર્ટના અનુસાર સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમથી ભૂલો ઘણી ઓછી થશે અને થર્ડ અમ્પાયરના નિર્ણયને જલ્દીથી મેળવવામાં મદદરૂપ થશે. રિવ્યૂ સિસ્ટમ માટે મેદાન પર હોક આઈના 8 હાઇ સ્પીડ કેમેરા લગાડવામાં આવશે અને 2 કેમેરા ઓપરેટર થર્ડ અમ્પાયરની બાજુમાં હશે, જેથી ટીવી અમ્પાયરને આ બે ઓપરેટરથી સીધો ઈનપુટ મળે. આ સિસ્ટમના આવવાથી ટીવી બ્રૉડકાસ્ટરનું કામ પૂરું થઈ જશે, કારણ કે તે પહેલા હોક આઈ ઓપરેટર અને અમ્પાયર વચ્ચેની કડી હતા. નવા સિસ્ટમના આવવાથી ટીવી અમ્પાયરને વિઝ્યુલ સારા મળશે જેથી તે વધારે સારી માહિતી આપી શકશે. સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમથી તરત જ સ્ક્રીન પર વિઝ્યુલસ મળશે અને સ્પ્લીટ સ્ક્રીનનો પણ વિકલ્પ હશે જેના મદદથી નિર્ણય લેવામાં સરળતા રહેશે અને અમ્પાયર પણ જુદા જુદા એંગલથી વિઝ્યુલ જોઈ શકશે.     

મુશ્કેલ નિર્ણય લેવામાં સરળતા
આઇપીએલના સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ લાવવાથી બાઉન્ડ્રી પર જોરદાર રીતે પકડેલા કેચ જેવા નિર્ણય લેવામાં સરળતા થશે. સામાન્ય રીતે ઘણી વાર એવું થતું હોય છે કે ફિલ્ડર બાઉન્ડ્રી પાસે કૅચ પકડતો હોય છે અને કેટલીક વાર બોલને હવામાં ઉછાળીને બાઉન્ડ્રીના પાર જઈને પાછો ફરે છે અને ફરીથી કૅચ પકડે છે. આવામાં અમ્પાયરને નિર્ણય લેવામાં મુશ્કેલી થાય છે. તે વિઝ્યુલને વારંવાર રિપ્લે કરીને જુએ છે કે ફીલ્ડર કેચ પકડે છે ત્યારે તે બાઉન્ડ્રીના અંદર હતો કે બહાર. આવું એલબીડબલ્યુ આઉટ થવા પર પણ થાય છે, પણ સ્માર્ટ રિવ્યૂના મદદથી હવે સરળતાથી નિર્ણય લઈ શકશે છે અને સાફ વિઝ્યુલથી અમ્પાયરને વારંવાર રીપ્લે જોવાની જરૂર પડતી નથી. 

વધુ વાંચો: 'હું કાયમ માટે...', IPL પહેલા વિરાટ કોહલીનો RCB ફેન્સને ભાવુક મેસેજ, જુઓ શું કહ્યું

BCCIને વર્કશોપનું આયોજન કર્યું
BCCIએ તાજેતરમાં જ 2 દિવસ વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં અમ્પાયરની પસંદગી કરવાની હતી. આમાં 15 અમ્પાયરને પસંદ કરવામાં આવ્યા છે જે ભારત અને વિદેશ બંને જગ્યાએ અમ્પાયરિંગ કરી શકે. આ સિવાય આઇપીએલમાં સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ સાથે કામ કરી શકે. 

આઇપીએલ જે સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમની વાત કરે છે તેનું ટ્રાયલ ઈંગ્લેંડની ધ 100 લીગની ટુર્નામેન્ટમાં કર્યો હતો. ઈંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ધ 100 ટુર્નામેન્ટમાં સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમનો ટ્રાયલ કર્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ