બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: Sanju Samson became Rajasthan's top scorer as well as completed 1000 runs as captain

IPL 2023 / ધોની અને કોહલીના ક્લબમાં સામેલ થયો સંજુ સેમસન, રાજસ્થાન રોયલ્સનો ટોપ સ્કોરર બનવાની સાથે મેળવી આ સિદ્ધિ

Megha

Last Updated: 11:09 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારના મેચ બાદ સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે આ સાથે જ તેને કેપ્ટન તરીકે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

  • સંજુ સેમસને આ મેચમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી
  • કોહલી, ધોની અને રોહિત શર્મા સાથેની લિસ્ટમાં સામેલ થયો સંજુ સેમસન
  • IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની લિસ્ટ 

સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સને બુધવારે પંજાબ કિંગ્સ સામે ભલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ કેપ્ટન સંજુ સેમસને આ મેચમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી લીધી છે. જણાવી દઈએ કે એ મેચ બાદ સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે આ સાથે જ તેને કેપ્ટન તરીકે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો. 

કોહલી, ધોની અને રોહિત શર્મા સાથેની લિસ્ટમાં સામેલ થયો સંજુ સેમસન
બુધવારના એ મેચ બાદ સંજુ સેમસનને એલિટ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે જેમાં વિરાટ કોહલી, એમએસ ધોની, રોહિત શર્મા અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે વર્તમાન IPL 2023ની પહેલી બે મેચોમાં સંજુએ 55 અને 42 રનની ઇનિંગ્સ રમી છે.

IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન 
વિરાટ કોહલી - 4881 રન (140 મેચ)
એમએસ ધોની - 4582 (212 મેચ)
રોહિત શર્મા - 3675 (144 મેચ)
ગૌતમ ગંભીર - 3518 (129 મેચ) 
કેએલ રાહુલ - 1940 (44 મેચ)
સચિન તેંડુલકર - 1723 (51 મેચ)
શ્રેયસ ઐયર - 1643 (55 મેચ)
વિરેન્દ્ર સેહવાગ - 1524 (53 મેચ)
રાહુલ દ્રવિડ - 1304 (48 મેચ)
સૌરવ ગાંગુલી - 1110 (42 મેચ)
સંજુ સેમસન - 1039 (33 મેચ)

IPL 2023માં સંજુ સેમસને બીજી મેચમાં જ એક મોટી સિદ્ધિ મેળવી  લીધી છે. જણાવી દઈએ કે સંજુ સેમસન રાજસ્થાનનો ટોપ સ્કોરર બનવાની સાથે તેણે કેપ્ટન તરીકે 1000 રન પણ પૂરા કર્યા છે. સેમસન તેની 33મી મેચમાં કેપ્ટન તરીકે ઉતર્યો ત્યારે તેને પોતાની બેટિંગ દરમિયાન સિદ્ધિ મેળવી છે.  સંજુ સેમસનના નામે હવે 3138 રન નોંધાયા છે. જ્યારે આ ટીમ માટે અજિંક્ય રહાણેએ 3098 રન બનાવ્યા હતા. જોસ બટલર પણ આ યાદીમાં છે જેણે રાજસ્થાન માટે 2377 રન બનાવ્યા છે. જણાવી દઈએ કે અજિંક્ય રહાણે બાદ સેમસનને 2021માં ટીમની કમાન સોંપવામાં આવી હતી. અત્યાર સુધી 33 મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ