આઈપીએલ મુકાબલામાં હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઈટન્સે લખનઉની ટીમને 7 રને હરાવી હતી.
ગુજરાત ટાઈટન્સે લખનઉની ટીમને 7 રને હરાવ્યું
મોહિત શર્મા બન્યો ગુજરાતની જીતનો હીરો
છેલ્લી ઓવરમાં લખનઉની ટીમ ન કરવા દીધાં સાત રન
મળેલા ટાર્ગેટમાં 12 રન ખૂટ્યાં
ચાર વર્ષ બાદ આઈપીએલ રમવા આવેલા મોહિત શર્માએ હારેલી મેચ જીતમાં ફેરવી નાખી હતી અને તે પણ છેલ્લી ઓવરમાં. છેલ્લી ઓવરમાં લખનઉની ટીમને જીતવા માટે 12 રનની જરુર હતી પરંતુ મોહિત શર્માએ એવી ઘાતક બોલિંગ નાખી કે લખનઉના બેટર જરુરી રન કરી શક્યા નહોતા અને આખરે તે ટીમે હથિયાર હેઠા મૂકી દીધાં અને 7 રનને હાર ખમવાનો વારો આવ્યો.
લખનઉની ટીમ સાત વિકેટમાં 128 રન જ બનાવી શકી
આઇપીએલ 2023ની મહત્વની મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને સાત રનથી હરાવ્યું હતુ. 22 એપ્રિલ (શનિવાર)ના રોજ ઈકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરીને ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 135 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ જવાબમાં લખનઉની ટીમ સાત વિકેટમાં 128 રન જ બનાવી શકી હતી આ રીતે તેનો 7 રને પરાજય થયો હતો.
Gujarat Titans beat Lucknow Super Giants by 7 runs in IPL match
મોહિત શર્મા બન્યો ગુજરાતની જીતનો હીરો
ચાર વર્ષના લાંબા ગાળા બાદ આઈપીએલમાં વાપસી કરનાર મોહિત શર્મા ગુજરાતની જીતનો હીરો છે. જીત માટે છેલ્લી ઓવરમાં લખનઉને 12 રનની જરુર હતી પરંતુ મોહિત શર્માએ ઘાતક બોલિંગ કરીને લખનઉને 128 રને અટકાવી દીધી હતી. 34 વર્ષીય મોહિત 26 વન ડે અને આઠ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે અને તેણે કુલ 37 વિકેટ ઝડપી છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉની શરૂઆત શાનદાર રહી હતી અને કેએલ રાહુલે કાયલ મેયર્સ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. ગુજરાતને સૌપ્રથમ સફળતા રાશિદ ખાને આપી હતી, જેણે કાઈલ મેયર્સને બોલ્ડ કર્યો. મેયર્સે 19 બોલમાં 24 રન કર્યા હતા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. આ પછી ગુજરાતને મેચમાં પુનરાગમન કરવા માટે સતત વિકેટની જરુર હતી, પણ તે શક્ય બન્યું નહતુ. કૃણાલ પંડયા અને કેએલ રાહુલે બીજી વિકેટમાં 51 રન જોડતાં લખનઉને 100ને પાર પહોંચાડયું હતુ. નૂર અહમદના હાથે આઉટ થયેલા કૃણાલે 23 રન ફટકાર્યા હતા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. કૃણાલના આઉટ થયા બાદ નિકોલસ પૂરણ પણ નૂર અહમદનો શિકાર બન્યો હતો.
A monumental turnaround 🤯🤯@gujarat_titans clinch a narrow 7-run victory to get back to winning ways 🙌
છેલ્લી ઓવરમાં શું થયું
એક સમયે એવું લાગતું હતું કે મેચ બે ઓવર પહેલા જ પૂરી થઈ જશે, પરંતુ ગુજરાતના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેચને છેલ્લી ઓવર સુધી પહોંચાડી દીધી. છેલ્લી ઓવરમાં કેએલ રાહુલે મોહિત શર્માના પહેલા જ બોલ પર બે રન બનાવ્યા હતા, જ્યારે બીજા બોલ પર તે આઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજા બોલ પર માર્કસ સ્ટોઇનિસ પણ ચાલ્યો ગયો હતો. ચોથા બોલ પર બીજો રન લેતી વખતે આયુષ બડોની રનઆઉટ થયો હતો. ત્યારબાદ દીપક હુડ્ડા પાંચમાં બોલ પર રન આઉટ થઈને બીજો રન લીધો હતો. છેલ્લા બોલ પર એક પણ રન મળ્યો નહોતો.