બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / Investigation of cyber crime in the case of dummy SIM cards revealed in the state

કાર્યવાહી / ગુજરાતના આ જિલ્લાઓમાં સૌથી વધુ ડમી સિમકાર્ડ એક્ટિવ થયા, સાયબર ક્રાઈમની તપાસમાં મોટો ખુલાસો, 486 વ્યક્તિના ફોટાનો દૂરઉપયોગ

Dinesh

Last Updated: 06:15 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડમી સિમકાર્ડને લઈ રાજ્યમાં 13 ગુના દાખલ કરાયા છે. 486ના વ્યક્તિના ફોટા પરથી 29 હજાર જેટલા કાર્ડ ઈસ્યુ થયાનો પણ ઘટસ્ફોટ થયો છે.

  • ડમી સીમકાર્ડને લઈ તપાસમાં થયા ખુલાસા
  • 486 વ્યક્તિના ફોટા પરથી કાર્ડ ઈસ્યુ થયા 
  • 29 હજાર જેટલા કાર્ડ ઈસ્યુ થયા


રાજ્યમાં ડમી સીમકાર્ડ બાબતે સાયબર ક્રાઇમની કાર્યવાહી સામે આવી છે. જે મુદ્દે સાયબર ક્રાઈમનુ નિવેદન સામે આવ્યું છે. રાજ્યમા એક જ વ્યક્તિના ફોટા પરથી ઘણા બધા કાર્ડ ઈસ્યુ થયાની વિગતો સામે આવી છે. 486 વ્યક્તિના ફોટો પરથી 29 હજાર જેટલા કાર્ડ ઈસ્યુ થયા છે.

સીમકાર્ડ મામલે 18 આરોપીની ધરપકડ કરાઈ 
સાયબર ક્રાઈમ DySP બી એમ ટાંકએ જણાવ્યું કે, 2600 જેટલા POS ઈનવોલ્વ હતા અને 486ના વ્યક્તિના ફોટા પરથી 29 હજાર જેટલા કાર્ડ ઈસ્યું થયા છે. તેમણે વિગતો આપતા જણાવ્યું કે, એક ટીમ બનાવવામાં આવી હતી અને અભ્યાસ કર્યો છે અને 102 pos માથી 16000 કાર્ડ આપવામાં આવ્યા હતા. ATS અને સાયબર ક્રાઇમ તથા જિલ્લાની પોલીસની મદદ લેવાઈ હતી અને  અત્યાર સુધીમાં 15 ગુના દાખલ કરાયા છે. જેમાં ડમી સીમકાર્ડ સુરત, બનાસકાંઠા, ભાવનગર જિલ્લામા વધુ એક્ટીવ થયા છે. 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 5 કાર્ડ એવા છે જેમા અલગ રાજ્યોમા ફરીયાદ નોંધાઈ છે. ઓનલાઇન ફ્રોડમા એન ઉપયોગ થયો હતો. 

Disclosure of more than 29 thousand dummy SIM cards issued across Gujarat

શું છે સમગ્ર મામલો
રાજ્યામાં સિમકાર્ડના દુરૂપયોગ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે માહિતી સામે આવી હતી કે, સિમકાર્ડના દુરૂપયોગને લઈ રાજ્યમાં અનેક ગુના નોંધાયા છે. જેમાં એક જ વ્યક્તિના ફોટોનો દુરઉપયોગ કરી સિમકાર્ડ એક્ટિવ કરાવવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો હતો. વધુમા રાજ્યભરમાં 29 હજારથી વધુ સિમકાર્ડ ઈસ્યુ થયાનો પણ ઘટસ્ફોટ થયો હતો. જેની તપાસમાં સામાન્ય વ્યક્તિના દસ્તાવેજ પર એક જ ફોટો લગાવી સિમકાર્ડ વેચાયા છે. જે સિમ છેતરપિંડી, ક્રિકેટ સટ્ટો, ગેમ્બલિંગ સહિતના ગેરકાયદે કામમાં વપરાતા હોવાની શકયતા હોવાથી પોલીસ દ્વારા તે દિશામા કાર્યવાહી હાથ ધરાઈ હતી. 486 જેટલા ફોટાનો દુરઉપયોગ કરી સીમકાર્ડ વેચાયાનું સામે આવતા રાજ્યભરમાં 15 ગુના દાખલ કરી 18 આરોપીની ધરપકડ કરાઈ હોવાનું સત્તાવાર નિવેદન સામે આવ્યું હતું.

તમારા નામ પર કેટલા SIM એક્ટીવેટ, બસ 3 ક્લિકમાં મેળવી લો જાણકારી, નહીં પડે  કોઈ દિવસ તકલીફ | how many sim cards on you aadhaar card

અગાઉ પોલીસે અંકિત પરમારની અટકાયત કરી હતી
થોડા દિવસ આગાઉ અમદાવાદ એસઓજીની ટીમે દામીલીમડા વિસ્તારમાં આવેલા ચામુંડાકૃપા નિવાસમાં રહેતા અંકિત પરમારની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. અંકિતના ફોટોગ્રાફ્સના અધારે અલગ અલગ નામે સિમકાર્ડ ઇશ્યૂ થઇ ગયાં હતાં. એસઓજીએ અંકિત સમક્ષ હકીકત રજૂ કરી ત્યારે તે પણ ચોંકી ગયો હતો અને બાદમાં તેણે સમગ્ર હકીકત કહી દીધી હતી. અંકિત વર્ષ ૨૦૧૮માં મણિનગર ક્રોસિંગ પાસે આવેલી માહી એન્ટરપ્રાઇઝ નામના એરટેલના સ્ટોરમાં કોલર તરીકે નોકરી કરતો હતો. અંકિતનું કામ ગ્રાહકોને ફોન કરીને પોસ્ટપેડ કાર્ડ લેવા માટે સમજાવવાનું હતું. માહી એન્ટરપ્રાઇઝના માલિક રાહુલ ગજ્જર છે. જે પહેલાં જશોદાનગર અને હાલ યુકેમાં રહે છે. સેલેરી ઓછી પડતા અંકિતે વર્ષ ૨૦૨૧માં નોકરી છોડી દીધી હતી જ્યારે છેલ્લાં બે વર્ષથી માહી એન્ટરપ્રાઇઝ બંધ થઇ ગઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ