બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / વિશ્વ / India's population reached 144 crores

Population of India / ભારતની કુલ વસ્તી કેટલી છે? UN ના રિપોર્ટમાં થયો ખુલાસો, ચીનને છોડ્યું પાછળ

Priyakant

Last Updated: 02:32 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Population of India Latest News : યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે ભારતનો તાજેતરનો વસ્તી અહેવાલ જાહેર કર્યો, ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો

Population of India : ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી 2011 માં હાથ ધરવામાં આવી હતી. જોકે તે સમયે ભારત ચીન પછી બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો અને દેશની વસ્તી 121 કરોડ હતી. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) એ ભારતનો તાજેતરનો વસ્તી અહેવાલ જાહેર કર્યો છે. જે મુજબ ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. વાત જાણે એમ છે કે, અહેવાલ મુજબ ભારતની વસ્તી 144 કરોડ થઈ ગઈ છે. આમાં 24 ટકા વસ્તી 0 થી 14 વર્ષથી ઓછી વયની છે.

યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) એ ભારતનો તાજેતરનો વસ્તી અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટમાં એવો પણ અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આવનારા 77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થઈ જશે. વસ્તીની સાથે રિપોર્ટમાં નવજાત બાળકોના મૃત્યુ, મહિલાઓની સ્થિતિ અને LGBTQ વગેરેનો ડેટા પણ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં માતૃ મૃત્યુમાં મોટો ઘટાડો થયો છે.

File Photo

રિપોર્ટ અનુસાર કઈ ઉંમરના કેટલા લોકો?
યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ અનુસાર ભારતની 144.17 કરોડ વસ્તીમાંથી 24 ટકા 0-14 વર્ષની વય જૂથમાં છે જ્યારે 17 ટકા 10-19 વર્ષની વય જૂથમાં છે. એટલું જ નહીં ભારતમાં 10-24 વર્ષની વય જૂથમાં પણ 26 ટકા છે જ્યારે 15-64 વર્ષની વય જૂથમાં સૌથી વધુ 68 ટકા છે. આ ઉપરાંત ભારતની 7 ટકા વસ્તી 65 વર્ષ અને તેથી વધુ વયની છે જેમાં પુરુષોનું આયુષ્ય 71 વર્ષ અને સ્ત્રીઓનું 74 વર્ષ છે.

માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં માતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે વિશ્વભરના આવા તમામ મૃત્યુના 8 ટકા છે. ભારતમાં આ સફળતાનો શ્રેય જનતાને સસ્તી અને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા અને લિંગ ભેદભાવ ઘટાડવાના સરકારના પ્રયાસોને આપવામાં આવ્યો છે.

વધુ વાંચો : સૂર્યતિલકથી ઝળહળી ઉઠ્યું રામ મંદિરનું ગર્ભગૃહ, ભક્તોના જયઘોષથી અયોધ્યા નગરી બની રામમય

PLOSના ગ્લોબલ પબ્લિક હેલ્થ રિપોર્ટને ટાંકીને UNFPAએ જણાવ્યું હતું કે, સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ભારતના 640 જિલ્લાઓમાંથી એક તૃતીયાંશ જિલ્લાઓએ માતા મૃત્યુ ઘટાડવા માટે ટકાઉ વિકાસ લક્ષ્ય હાંસલ કર્યું છે. ભારત સરકાર દ્વારા નવજાત મૃત્યુ દર ઘટાડવા અને શિશુઓ અને માતાઓને પૌષ્ટિક આહાર આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સારી અને સસ્તી આરોગ્ય સેવાએ પણ વસ્તી વૃદ્ધિમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ