બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

VTV / બિઝનેસ / Indian rupee will soon become the international currency, might beat dollar in future

બિઝનેસ / ડોલરને ટક્કર આપવા ભારતીય રૂપિયો તૈયાર, Rupeeમાં કારોબાર માટે આટલા દેશોએ બનાવ્યું મન, જુઓ શું થશે ફાયદો

Vaidehi

Last Updated: 05:17 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયાની સાથે ભારતીય રૂપિયામાં વ્યાપારની શરૂઆત બાદ દેશમાં અત્યાર સુધી 17 વોસ્ટ્રો એકાઉન્ટ શરૂ થઈ ગયાં છે. જર્મની-ઈઝરાયેલ જેવા વિકસિત દેશો સહિત 64 દેશોએ રૂપિયાની મદદથી વેપાર કરવાની તૈયારી દર્શાવી છે.

  • ડોલરની ટક્કરમાં આવી શકે છે રૂપિયો 
  • ભારતીય કરેન્સી બની શકે છે ઈન્ટરનેશનલ કરેન્સી
  • જર્મની-ઈઝરાયેલ સહિત 64 દેશોએ બતાવી તૈયારી

ભારતીય મુદ્રા ઈન્ટરનેશનલ કરેન્સી બનવા તરફ આગળ વધી રહી છે. રશિયા અને શ્રીલંકા બાદ 4 આફ્રિકી દેશો સહિત ઘણાં દેશો ટૂંક સમયમાં ભારતની સાથે રૂપિયામાં વેપાર કરવા માટે તૈયાર થયાં છે. અત્યારસુધીમાં ભારતમાં 17 વોસ્ટ્રો એકાઉન્ટ્સ શરૂ થઈ ગયાં છે જે બીજા દેશો સાથે વેપાર કરવા માટે અનિવાર્ય છે. એટલું જ નહીં જર્મની-ઈઝરાયલ સહિત 64 દેશો ભારતની સાથે રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ કરવા માટે વાતચીત કરી રહ્યાં છે. જો 30 દેશોની સાથે ભારતનાં રૂપિયામાં વેપાર શરૂ થાય છે તો રૂપિયો આંતરાષ્ટ્રીય કરેન્સી બની જશે.

ડોલર પરની નિર્ભરતા ઘટશે
વિદેશી વેપારમાં ડોલર પરની નિર્ભરતા ઓછી કરવા માટે ભારત તરફથી લેવામાં આવેલ આ પગલું ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. RBIએ જૂલાઈ 2022માં વિદેશોથી વ્યાજને આકર્ષિત કરવા અને ડોલર પરની નિર્ભરતા ઓછી કરવા માટે રૂપિયામાં ટ્રેડ સેટલમેંટ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો હતો. રશિયા સાથે રૂપિયામાં વેપારની શરૂઆત બાદ દેશમાં 17 વોસ્ટ્રો ખાતાઓ ખુલી ચૂક્યાં છે. 

એશિયાઈ મુદ્રામાં વેપાર કરવા તૈયાર થયું જર્મની
પહેલીવાર યૂરોપીય યૂનિયનમાં શામેલ દેશ જર્મની એશિયાની કોઈ મુદ્રા સાથે વેપાર કરવા માટે તૈયાર થયું છે. ભારતનો રૂપિયો જો 30થી વધારે દેશો સાથે વેપાર કરે છે તો તે આંતરરાષ્ટ્રીય કરેન્સીની કેટેગરીમાં આવી જશે. 

ભારત માટે લાભદાયક
બીજા દેશો સાથે લેનદેનથી ભારતીય વેપારનું જોખમ ઓછું થશે. ક્રૂડ ઓઈલ સહિત આયાત કરવામાં આવતા મોટાભાગનાં સામાનની ચૂકવણી રૂપિયાનાં માધ્યમથી કરવામાં આવશે જેના લીધે દરવર્ષે અરબો ડોલરની બચત થશે. મુદ્રાની અસ્થિરતાથી પણ સુરક્ષા મળશે જેના કારણે વેપારનાં ખર્ચમાં ઘટાડો અને વિકાસમાં વધારો થશે. તેનાથી ભારતીય વેપારમાં ગ્લોબલ સ્તર પર સુધાર થઈ શકે છે. ડોલર સહિત વિદેશી મુદ્રા ભંડાર રાખવાની જરૂરિયાત પણ ઘટી જશે.

17 બેંકો બ્રાંચમાં ખુલ્યાં વોસ્ટ્રો ખાતા
રૂપિયામાં વેપારને સરળ બનાવવા માટે 17 ભારતીય બેંકોની શાખાઓએ રૂપિયામાં વિદેશી વેપારની સુવિધા માટે વિદેશોમાં વ્યાપારિક બેંકોની સાથે વિશેષ વોસ્ટ્રો ખાતા ખોલવામાં આવ્યાં છે. 12 ભારતીય બેંકોની લિસ્ટમાં SBI, CANARA BANK, UBI, UCO, HDFC, indusind bank, YES BANK, IDBI BANK શામેલ છે. હવે જો કોઈ ભારતીય ખરીદદાર કોઈ વિદેશી વેપારી સાથે રૂપિયામાં લેનદેન કરવા ઈચ્છે છે તો સમગ્ર રકમ વોસ્ટ્રો ખાતામાં જમા કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ