ઉમેદવાર અરજી કર્યા પહેલા નીચે જણાવેલી વિગત ધ્યાનથી વાંચી લો
રેલવેએ આ પદો પર બહાર પાડી ભરતી
10 પાસ માટે વગર પરીક્ષાએ નોકરીની તક
ઈચ્છુક ઉમેદવાર આ રીતે કરો એપ્લાય
ભારતીય રેલવેએ (Indian Railway) વ્હીલ ફેક્ટ્રી (RWF) માટે એપરેન્ટિસના પદો (Indian Railway Recruitment 2021) પર ભરતી માટે અરજી મંગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે આ પદો (Indian Railway Recruitment 2021) માટે અરજી કરવા માંગે છે. તે Indian Railwayની ઓફિશયલ વેબસાઈટ rwf.indianrailways.gov.in પર જઈને એપ્લાય કરી શકે છે. આ પદો પર અરજી કરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર છે.
આ ઉપરાંત ઉમેદવાર સીધી આ લિંક https://rwf.indianrailways.gov.in/ પર ક્લિક કરીને આ પદો માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક https://rwf.indianrailways.gov.in/uploads/Notification%202021-22.pdf દ્વારા નોટિફિકેશન જોઈને વધુ માહિતી મેળવી શકો છો. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 192 પદોને ભરવામાં આવશે.
Indian Railway Recruitment 2021 માટે મહત્વપૂર્ણ તારીખો
આ પદો પર એપ્લાય કરવા માટેની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર 2021 છે.
કેટલા પદો પર કરવામાં આવશે ભરતી
કુલ પદોની સંખ્યા-192
ફિટર- 85 પદ
મશીનિસ્ટ-31 પદ
મિકેનિક- 8 પદ
ટર્નર-5 પદ
સીએનસી પ્રોગ્રામિંગ કમ ઓપરેટર-23 પદ
ઈલેક્ટ્રીશિયન-18 પદ
ઈલેક્ટ્રોનિક મિકેનિક-22 પદ
શૌક્ષણિક યોગ્યતા
કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 50 ટકા માર્ક સાથે 10મુ અને સંબંધિત વિષયોમાં નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT)માંથી નેશનલ ટ્રેડ એપરેન્ટિસ સર્ટિફિકેટ હોવું જોઈએ.
વયમર્યાદા
ઉમેદવારોની ઉંમર 15થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કેટલો મળશે પગાર?
ફિટર, મશીનિસ્ટ, મિકેનિક, ટર્નર, ઈલેક્ટ્રિશિયન, ઈલેક્ટ્રોનિક મિકેનિકને દર મહિને 10,899 રૂપિયા મળશે. સીએનસી પ્રોગ્રામિંગ કમ ઓપરેટરને દર મહિને 12,261 દર મહિને મળશે.
પસંદગી પ્રક્રિયા
ટ્રેડ ઓપરેટિસના પદો માટે ઉમેદવારોની પસંદગી 10માં ધોરણમાં ઉમેદવારો દ્વારા પ્રાપ્ત ગુણના ટકાના આધાર પર નક્કી કરવામાં આવેલી મેરિટ લિસ્ટના આધાર પર કરવામાં આવશે.