બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Indian metro cities' financial equality and inclusiveness worst among world's top cities
ADVERTISEMENT
આ પ્રકારનું રેન્કિંગ પહેલી વાર હાથ ધરવામાં આવ્યું છે જેમાં મોટા શહેરોમાં ઘર લેવું કેટલું પરવડે છે, શિક્ષણ અને આરોગ્યની સુવિધા કેવી છે અને વ્યક્તિ દીઠ GDP કેટલો છે વગેરે જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
ભારતના મેટ્રો સિટીઝ હજુ પણ તેની પ્રજાને પરવડી શકે તેવા ઘરો, ઉચ્ચ અભ્યાસ, આરોગ્ય, પર્યાવરણ જેવી પ્રાથમિક સુવિધાઓ આપી શકતા નથી. દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર ફક્ત વિકસિત દેશોના જ નહિ પણ બીજા વિકાસશીલ દેશોના અન્ય શહેરો કરતા પણ પાછળનું સ્થાન ધરાવે છે.
ADVERTISEMENT
મોટા શહેરો તેમના ક્રમાંક પ્રમાણે આ મુજબ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
| ક્રમાંક | શહેરનું નામ |
| 1 | Zurich |
| 2 | Vienna |
| 32 | Paris |
| 33 | London |
| 38 | New York |
| 39 | Tokyo |
| 59 | Moscow |
| 81 | Bangkok |
| 83 | Bengaluru |
| 90 | Beijing |
| 101 | New Delhi |
| 102 | Johannesburg |
| 107 | Mumbai |
| 113 | Cairo |
આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે નોકરી કરવા માટે સક્ષમ સૌથી મોટા પ્રમાણમાં યુવાધન આ શહેરોમાં હોવા છતાં આ શહેરો પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. આ યાદીમાં તેમના સ્થાન 'Economist' સંસ્થાના વૈશ્વિક રહેવાલાયક શહેરોની યાદીમાં તેમના સ્થાન સાથે મળતા આવે છે જેમાં નવી દિલ્હી અને મુંબઇનો અનુક્રમે 118 અને 119મોં ક્રમ આવ્યો હતો. આ ઉપરાંત 2019માં ભારતના 12 શહેરોનો સમાવેશ વિશ્વના 15 સૌથી પ્રદુષિત શહેરોમાં થયો હતો. ભારત માટે આ એક શરમજનક અને ચિંતાજનક અહેવાલ છે.
ADVERTISEMENT
ભારતના શહેરોમાં ખરાબ ગુણવત્તાની હવા અને શિક્ષણની સુવિધાઓ અભાવ આ યાદીમાં શહેરોને પાછા ધકેલે છે. દેશની રાજધાની આ આખો મહિનો Smogમાં પથરાયેલી રહી છે જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસરો આવી છે અને શાળાઓને જડબેસલાક બંધ રાખવી પડી છે.
મુંબઈના વધી રહેલા ઘરના ભાડાઓએ યુવા વર્ગ માટે એક મોટી મુશ્કેલી ઉભી કરેલી છે. રસ્તાઓ ઉપરનો વધતો ટ્રાફિક, વેઠ કરી રહેલો મજૂરવર્ગ, ઓવરટાઈમ કામ કરતા કોર્પોરેટના કર્મચારીઓ, સારા પબ્લિક ટ્રાન્સપોર્ટનો અભાવ વગેરે જેવા ક્ષેત્રોમાં ભારતે ઝુરિક વિયેના જેવા ટોચના શહેરો સુધી પહોંચતા લાંબી મજલ કાપવી પડશે.
ADVERTISEMENT
ભારતે આવકની વહેંચણી અને સર્વાંગી વિકાસ તરફ વધુ ધ્યાન આપવાની જરુર છે. ઉદાહરણ તરીકે મુંબઈ અબજોપતિઓની સંખ્યા પ્રમાણે વિશ્વનું 10મુ સૌથી ધનિક શહેર છે. પરંતુ અહીં મોટી સંખ્યામાં ગરીબી રેખા નીચે જીવતા લોકો પણ રહે છે.
અહીં એ પણ નોંધનીય છે કે તાજેતરના ભારતમાં ગરીબી વધી રહી હોવાના અહેવાલના કારણે પણ દેશના મેટ્રો સિટીઝ સામે નવા પડકારો ઉભા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.