બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / indian citizens will be soon brought back to india

મોટો નિર્ણય / ભારત સરકારનો મોટો નિર્ણય: યુક્રેનમાં ફસાયેલા 18000 ભારતીયોને જલ્દી પરત લાવવામાં આવશે

Khevna

Last Updated: 02:48 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે યૂક્રેનની રાજધાની કીવથી દિલ્લી વચ્ચે ફ્લાઈટ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જાણો આ વિષે વિગતવાર

  • ઉડાનો પરથી પ્રતિબંધ હટાવાયો 
  • યૂકેનમાં ફંસાયેલ ભારતીય નાગરીકોએ કહ્યું-થેંક યૂ 
  • બાઇડન બોલ્યા- ક્યારેય પણ થઇ શકે છે કીવ પર હુમલો 

યૂક્રેન તથા રુસ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. રુસ ક્યારેય પણ યૂક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી શકે છે. આવામાં ભારત સરકારે પોતાના નાગરિકોને પાછા વતન લાવવા માટે પહેલ કરી છે. સરકારે યૂક્રેનની રાજધાની કીવથી દિલ્લી વચ્ચે ફ્લાઈટ ચલાવવાનો નિર્ણય કર્યો છે . 

એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 22, 24, 26 ફેબ્રુઆરીએ કીવના બોરિસ્પોલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્લીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ઉડાનો ભરાશે. ફ્લાઈટ્સ માટે બુકિંગ એર ઇન્ડિયા કાર્યાલયો, વેબસાઈટ, કોલ સેંટર તથા ટ્રાવેલ એજન્ટ દ્વારા થઇ શકે છે. 

રુસ તથા યૂક્રેન વચ્ચે વિવાદને કારણે ભારત માટે ઉડાનો ભરવી મોંઘી થઇ ગઈ છે તથા 20 ફેબ્રુઆરી બાદ જ ઉપ્લાબ્દ્ધ છે. એક ટિકિટની કિંમત એક લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એર ઇન્ડિયાની ફ્લાઈટ શરુ થવાથી ટિકિટના ભાવ ઓછા થઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર, યૂક્રેનમાં ભણી રહેલા લગભગ 18,000 ભારતીય છાત્રો ફંસાયા છે. 

 

ઉડાનો પરથી પ્રતિબંધ હટાવાયો 
ભારતના સિવિલ એવિએશન મંત્રાલયે હાલમાં જ એર બબલ સમજૂતી હેઠળ બંને દેશો વચ્ચે આવવા જવાવળી ઉડાનોની સંખ્યા પરથી બેન હટાવ્યો છે. હવે એરલાઈન્સ કંપનીઓ ગમેતેટલી  ફ્લાઈટ્સ સંચાલિત કરી શકે છે. 

યૂકેનમાં ફંસાયેલ ભારતીય નાગરીકોએ કહ્યું-થેંક યૂ 
યૂક્રેનમાં ફંસાયેલ ભારતીયોએ કેંદ્ર સરકારના આ પગલાને સમ્માન આપતા ધન્યવાદ કહ્યું છે. આ પહેલા યૂક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે તેમની પાસે ઘણા લોકોનો ફોન આવી રહ્યો છે. આ બધા નાગરીકો યૂક્રેનથી ભારત માટે ઉડાનો ઉપલબ્ધ ન હોવાને કારણે ફરિયાદો કરી રહ્યા હતા. 

બાઇડન બોલ્યા- ક્યારેય પણ થઇ શકે છે કીવ પર હુમલો 


અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને શુક્રવાર રાત્રે ટીવી સંબોધનમાં દાવો  કર્યો હતો કે યૂક્રેન પર હુમલો કરવાની પૂરી તૈયારી રુસ કરી ચુક્યું છે. અમારી પાસે ખુફિયા રિપોર્ટ છે કે રુસની સેનાએ સૌથી પહેલા યૂક્રેનની રાજધાની કીવને નિશાનો બનાવવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું છે કે કીવમાં 28 લાખ લોકો રહે છે તથા રુસના હુમલાની સ્થિતિમાં તેમનો જીવ ખતરામાં છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ