બ્રેકિંગ ન્યુઝ
VTV / India will manufacture the vaccine with Johnson & Johnson Company
ADVERTISEMENT
ઓક્ટોબરમાં ભારત ફરીથી વિદેશોમાં વકેસિન મોકલવાનું શરૂ કરશે. જેને લઈને ક્વાડ બેઠકમાં પણ ભારતના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું. જોકે હેદરાબાદ સ્થિત બાયોલોજિકલ ઈ અને જોનશન એન્ડ જોનસન કંપની ઓક્ટોબરમાં તેમની વેક્સિન લાવશે, જેમા ભારત પણ તેનું રોકાણ કરશે તેવી માહિતી સામે આવી છે.
કમલા હેરિસે કર્યા ભારતના વખાણ
ADVERTISEMENT
પીએમ મોદીએ શુક્રવારે અમેરિકામાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે મુલાકાત લીધી. આ મુલાકાતમાં વેક્સિનેશન અને કોરોના વાયરસને લઈને ખાસ ચર્ચા થઈ. વેક્સિનેશન મામલે કમલા હેરિસે પણ ભારતના વખાણ કરતા કહ્યું કે ભારતમાં રોજના 1 કરોડ કરતા પણ વધારે લોકોને વેક્સિન આપવામાં આવે છે જે ઘણીજ સારી બાબત છે.
વેક્સિન પ્રોડક્શનમાં ભારત વિશ્વમાં પહેલા નંબરે
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે ભારત વેક્સિન પ્રોડક્શનમાં સૌથી મોટો દેશ છે. જોકે ભારતમાં બીજી લહેર વખતે સૌથી ખરાબ પરિસ્થિતી સર્જાઈ હતી. જેને કારણે વેક્સિન બહાર મોકલાનું બંધ કરી દેવામાં આવ્યું. જોકે હાલ અમેરિકાની કંપની જોનશન એન્ડ જોનશન અને ભારતની કંપની બાયોલોજીકલ ઈ સાથે મળીને વેક્સિન તૈયાર કશે જેમા 5 એમએલની સીસી બનાવામાં આવશે.
અત્યાર સુધીમાં 84.89 કરોડનું વેક્સિનેશન થયું
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં કુલ 84.89 કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. જેનું પરિણામ એ આવ્યું છે કે હાલ દેશમાં કોરોના સંક્રમણ ઘણૂંજ કાબુમાં જોવા મળી રહ્યું છે. દેશમાં હાલ રિકવરી રેટ પણ 97.78 ટકા નોંધાયો છે. જે માર્ચ 2020 પછીનો સૌથી વધું રિકવરી રેટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.