Team VTV03:51 PM, 04 Oct 19
| Updated: 03:57 PM, 04 Oct 19
પાકિસ્તાની આતંકી સંગઠન દ્વારા આતંકી હુમલાની ફિરાકમાં હોવાના ઇનપુટ આઇબી દ્વારા આપવામાં આવ્યાં છે. દિલ્હી સહિતનાં તમામ રાજ્યોમાં હાઇએલર્ટ આપી દેવાયું છે. જેના પગલે અમદાવાદ સહિત ગુજરાતમાં અણબનાવ ન બને નહીં તે માટે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે અને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી રહી છે.
દેશમાં આતંકી હુમલાની ભીતી
જૈશે કમાન્ડરે કાશ્મીરના બગીચામાં કરી આતંકી હુમલા માટેની મિટિંગ
આતંકીઓએ હુમલા માટે કરી મિટીંગ
આતંકી હુમલાને અંજામ આપવા માટે જૈશ કમાન્ડર અબુ ઉસ્માને 3 આતંકીઓ સાથે મિટિંગ પણ કરી લીધી છે. સુરક્ષાદળોને મળેલી માહિતી મુજબ લગભગ ૫-૬ દિવસ અગાઉ આતંકી અબુ ઉસ્માને બાંદિપોર જિલ્લાનાં પીએસ હાઝિન સેક્ટરમાં મીર મહોલ્લા સ્થિત એક સફરજનના બગીચામાં પોતાના સાથીઓ સાથે બેઠક કરી હતી.
ઉસ્માને કાશ્મીરના લોકોને શું કહ્યું ?
મિટીંગમાં ઉસ્માને કાશ્મીરનાં લોકો જલ્દી જમ્મુ અને દિલ્હીમાં એક મોટા હુમલાનાં ખુશખબર મળશે. એવી જાહેરાત પણ કરી હતી. તેમજ ઉસ્માને આ કામને અંજામ આપનારા 5 લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હોવાનો પણ દાવો કર્યો હતો. આ દરમિયાન આતંકી ઉસ્માન સાથે અન્ય બે લોકો સ્નાઇપર રાઇફલ અને એકે- 47, પિસ્તોલ અને ગ્રેનેડ જેવા હથિયારો સાથે હાજર હતાં.
ફટાકડા અને કાશ્મીરી સફરજનનો મતલબ શું છે?
મોહમ્મદનાં 3 થી 4 તાલિમબદ્ધ ગ્રૂપને 'કરો યા મરો'નું કામ આપીને દિલ્હી, કાશ્મીર અને પંજાબમાં મોકલવામાં આવ્યાં છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકીઓની વાતચીતનાં જે કોડ ઈન્ટરસેપ્ટ કર્યા છે. તેમાં દિવાળીના ફટાકડા, કાશ્મીરી સફરજનોનો દિલ્હીમાં સપ્લાય જેવા શબ્દોનો સમાવેશ થયો છે.
સફરજનના બગીચામાં ઘડાયો આતંકી પ્લાન
દિલ્હીને બરબાદ કરવાનો આ પ્લાન 5 દિવસ કાશ્મીરના સફરજનના બગીચામાં તૈયાર થયો છે એવી માહિતી પ્રાપ્ત થઇ છે. આ પ્લાનને જમ્મું કાશ્મીરના કમાન્ડર અબુ ઉસ્માનને તૈયાર કરી તેને 'ડી' નામ આપ્યું છે. આતંકીઓમાં કશ્મીરી, અફઘાની અને 2 પાકિસ્તાની યુવકો સામેલ છે. આત્મઘાતી ટુકડીઓએ સુરક્ષિત સ્થળોથી ઘૂસણખોરી કરી છે. આતંકીઓની નજર દિલ્હી, હિંડન એરબેસ, જમ્મું, પઠાણકોટ, શ્રીનગર અને લેહ પર છે. જોકે દિલ્હી સિવાય પણ અન્ય જગ્યાએ પણ આતંકી હુંમલાની શક્યતાને પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યાં છે.