બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / VTV વિશેષ / In the name of Patanjali Baba is breaking people trust over Ayurveda? What is the truth of misleading propaganda?

મહામંથન / પતંજલિના નામે બાબા આયુર્વેદ ઉપરથી લોકોનો ભરોસો તોડી રહ્યા છે? ભ્રામક પ્રચારનું સત્ય શું?

Vishal Khamar

Last Updated: 09:58 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમકોર્ટે ભ્રામક જાહેરાત આપવાના મામલે બાબા રામદેવની ઝાટકણી કાઢી છે. બાબા રામદેવ અને પતંજલિના MD બાલકૃષ્ણનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી છે. આયુર્વેદના નામે ભ્રામક પ્રચાર કરવા સામે સુપ્રીમકોર્ટ નારાજ છે. અગાઉ સુપ્રીમકોર્ટે અવમાનનાની નોટિસ જારી કરી હતી. પતંજલિ તરફથી કરવામાં આવેલી દલીલો કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમકોર્ટે સરકારને પણ વેધક સવાલ કર્યો છે. ભ્રામક જાહેરાતોથી આયુર્વેદમાં વિશ્વાસ ધરાવતા લોકોને દુ:ખ નહીં પહોંચે? નૈસર્ગિક ઉપચારમાં વિશ્વાસ રાખનારા લોકોનું શું?

બીજાની લીટી ભૂંસીને આપણી લીટી મોટી કરીએ એ સારી નિશાની નથી અને કંઈક આવું કરવામાં જ બાબા રામદેવ મુશ્કેલીમાં મુકાય ગયા. સુપ્રીમકોર્ટે બાબા રામદેવ અને પતંજલિના MD બાલકૃષ્ણનને આકરા શબ્દોમાં ફટકાર લગાવી. મામલાના મૂળિયા 2021માં રહેલા છે જ્યારે એક શિબિરમાં બાબા રામદેવે એલોપેથી પ્રણાલીની આકરી ટીકા કરી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કોર્ટમાં અરજી દાખલ કરી. સુનાવણી થતા-થતા સુધીમાં નવેમ્બર 2023માં સુપ્રીમકોર્ટે ભ્રામક પ્રચાર ન કરવા સામે સ્પષ્ટ માર્ગદર્શિકાઓ બહાર પાડી. તેમ છતા બાબા રામદેવનો અન્ય દવા પ્રણાલીઓ વિરુદ્ધ દુષ્પ્રચાર ચાલુ જ રહ્યો. 

  • સુપ્રીમકોર્ટે ભ્રામક જાહેરાત આપવાના મામલે બાબા રામદેવની ઝાટકણી કાઢી
  • બાબા રામદેવ અને પતંજલિના MD બાલકૃષ્ણનની આકરા શબ્દોમાં ઝાટકણી
  • આયુર્વેદના નામે ભ્રામક પ્રચાર કરવા સામે સુપ્રીમકોર્ટ નારાજ

કોર્ટના આદેશની વારંવાર અવમાનના થતા અંતે કોર્ટે લાલ આંખ કરી જેનું પરિણામ એ છે કે બાબા રામદેવને સુપ્રીમકોર્ટે ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી દીધી છે. કોર્ટ ત્યાં સુધી નારાજ છે કે સુપ્રીમકોર્ટના રજીસ્ટ્રારને કોર્ટે બાબા વિરુદ્ધ ખોટી જુબાનીનો કેસ દાખલ કરવાની પણ તાકિદ કરી દીધી છે. આ તમામ મુદ્દા તો સમાચાર માધ્યમોમાં પ્રસ્તુત છે પણ વાત આવે છે ચિકિત્સા પદ્ધતિ અને તેના પ્રત્યે પ્રવર્તતા મતની. આ વાત છે એવા સ્થાપિત હિતોને કે જે અકારણ આયુર્વેદ અને એલોપેથીને  સંઘર્ષમાં ઉતારે છે. 

  • સુપ્રીમકોર્ટે સરકારને પણ વેધક સવાલ કર્યો
  • ભ્રામક જાહેરાતોથી આયુર્વેદમાં વિશ્વાસ ધરાવતા લોકોને દુ:ખ નહીં પહોંચે?
  • નૈસર્ગિક ઉપચારમાં વિશ્વાસ રાખનારા લોકોનું શું?

કોઈપણ ઉપચાર પદ્ધતિની વાત કરીએ તો ઉપચાર પદ્ધતિ કોઈપણ હોય એ ક્યારેય ખોટી હોતી નથી, દરેકના સારા-નરસા પાસા હોય છે અને તમારા શરીરની તાસિર ઉપર ઉપચારનો આધાર રહેતો હોય છે. આયુર્વેદિક પદ્ધતિ મૂળભૂત રીતે એ જ સિદ્ધાંતને વરેલી છે કે જેમા તમારુ શરીર બીમાર થાય જ નહીં જ્યારે એલોપેથીનું કામ ત્યારે જ શરૂ થાય છે કે જ્યારે તમારુ શરીર બીમાર થાય. પણ સુપ્રીમકોર્ટે જે રીતે બાબાને ફટકાર લગાવી અને જે અવલોકન કર્યા તેના આધારે એ સવાલ ચોક્કસ થાય કે શું બાબા રામદેવ આયુર્વેદિક કે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ ઉપરથી લોકોનો વિશ્વાસ તૂટે એવા કામ કરી રહ્યા છે? 

  • ઓગસ્ટ 2022માં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને અરજી દાખલ કરી
  • સુપ્રીમકોર્ટમાં દાખલ થયેલી અરજી અંગે સુનાવણી ચાલી રહી હતી
  • IMAનો આરોપ હતો કે પતંજલિએ કોરોનાની રસી અને એલોપેથી વિરુદ્ધ દુષ્પ્રચાર કર્યો

મામલો શું હતો?
ઓગસ્ટ 2022માં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને અરજી દાખલ કરી હતી. સુપ્રીમકોર્ટમાં દાખલ થયેલી અરજી અંગે સુનાવણી ચાલી રહી હતી. IMAનો આરોપ હતો કે પતંજલિએ કોરોનાની રસી અને એલોપેથી વિરુદ્ધ દુષ્પ્રચાર કર્યો. આયુર્વેદિક દવાઓથી કેટલીક બીમારીઓના ઈલાજના ખોટા દાવા પણ કરવામાં આવ્યા છે.  પતંજલિએ દાવો કર્યો હતો કે અસ્થમા અને ડાયાબિટીસને નાબૂદ કરી શકાય છે. પોતાના વિરુદ્ધ ચાલતા મામલાઓ રદ કરાવવા બાબા પણ કોર્ટ પહોંચ્યા હતા.

સુપ્રીમકોર્ટે કેમ લગાવી ફટકાર?
IMAની અરજી પછી સુપ્રીમકોર્ટે નવેમ્બર 2023માં દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે.  સુપ્રીમકોર્ટે એલોપેથી કે અન્ય કોઈપણ પ્રણાલી વિરુદ્ધ ભ્રામક પ્રચારની મનાઈ ફરમાવી હતી. પતંજલિનાં પ્રતિનિધિ તરફથી પણ દુષ્પ્રચાર ન કરવાની ખાતરી આપવામાં આવી હતી.  ખાતરી બાદ પણ આયુર્વેદિક તરફી ભ્રામક પ્રચાર ચાલુ રહ્યો હતો.  આયુર્વેદ સિવાયની વિવિધ દવા પ્રણાલીઓ વિરુદ્ધ દુષ્પ્રચાર થતો રહ્યો. પતંજલિએ એવી દલીલ કરી કે કંપનીના મીડિયા વિભાગે પ્રચારને મંજૂરી આપી હતી. મીડિયા વિભાગ સુપ્રીમકોર્ટના નવેમ્બર 2023ના આદેશથી અવગત ન હતો.

  • IMAની અરજી પછી સુપ્રીમકોર્ટે નવેમ્બર 2023માં દિશા-નિર્દેશ બહાર પાડ્યા
  • સુપ્રીમકોર્ટે એલોપેથી કે અન્ય કોઈપણ પ્રણાલી વિરુદ્ધ ભ્રામક પ્રચારની મનાઈ ફરમાવી
  • પતંજલિનાં પ્રતિનિધિ તરફથી પણ દુષ્પ્રચાર ન કરવાની ખાતરી આપવામાં આવી

સુપ્રીમકોર્ટે શું કહ્યું?
આ મામલે સુપ્રિમ કોર્ટે કહ્યું કે, તમે કાયદાની તમામ મર્યાદાઓ ઓળંગી. પહેલા તમે જવાબ ન આપ્યો. અમે સોગંદનામું દાખલ કરવાની ફરી તક નહીં આપીએ. બાબા રામદેવે યોગ માટે ઘણું કર્યું પરંતુ દરેકની ખામીઓ ન શોધાય. અમે ખોટી જુબાની આપવાનો કેસ નોંધવા પણ રજીસ્ટ્રારને નિર્દેશ આપીએ છીએ. ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. તમે કહો છો કે પતંજલિનું મીડિયા ડિપાર્ટમેન્ટ અમારા આદેશથી અવગત ન હતું. એવું લાગે છે કે તેઓ જાણે કોઈ બીજા ટાપુ ઉપર રહેતા હોય છે.  10 એપ્રિલે મામલાની વધુ સુનાવણી થશે. કોરોના દરમિયાન કેન્દ્ર સરકારની મરજી વિરુદ્ધ કંઈ જ થયું નથી. ભ્રામક પ્રચાર થતો હતો ત્યારે કેન્દ્ર સરકાર શું કરતી હતી? કેન્દ્રએ પતંજલિને નોટિસ આપી અને પતંજલિએ જવાબ આપ્યો. પતંજલિએ આપેલો જવાબ અમારા સુધી કેમ ન આવ્યો? બાબાએ અન્ય દવા પ્રણાલીની મજાક ઉડાવી છે તેની ટ્રાન્સ્ક્રીપ્ટ વાંચી છે?

  • આયુર્વેદ સિવાયની વિવિધ દવા પ્રણાલીઓ વિરુદ્ધ દુષ્પ્રચાર થતો રહ્યો
  • પતંજલિએ એવી દલીલ કરી કે કંપનીના મીડિયા વિભાગે પ્રચારને મંજૂરી આપી હતી
  • મીડિયા વિભાગ સુપ્રીમકોર્ટના નવેમ્બર 2023ના આદેશથી અવગત ન હતો

જ્યારે ટીકા કરતા મર્યાદા ભૂલ્યા બાબા
19 મે 2021
કોરોનામાં લાખો લોકોના મૃત્યુ એલોપેથીની દવાઓથી થયા
હોસ્પિટલ ન જવા કરતા હોસ્પિટલ જઈને વધારે મૃત્યુ થયા

24 મે 2021
કોરોનાની રસીના બે ડોઝ લીધા પછી પણ 1 હજાર તબીબના મૃત્યુ
જે ખુદને ન બચાવી શક્યા એ શાના ડૉક્ટર?
ડૉક્ટર બનવું હોય તો સ્વામી રામદેવ જેવા બનો જે તમામના ડૉક્ટર છે

26 મે 2021
IMA કહે છે કે મારી ધરપકડ થાય
મારી ધરપકડ તો કોઈ નહીં કરી શકે
તેઓ બિનજરૂરી શોરબકોર કરી રહ્યા છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ