બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Surendranagar, 2 workers died in a rock fall in a mine

અકસ્માત / મોરબી બાદ હવે સુરેન્દ્રનગરના સાયલામાં બન્યો દુ:ખદ બનાવ, ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત

Priyakant

Last Updated: 10:13 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar News : સુરેન્દ્રનગરના સાયલા પંથકની કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2ના મોત તો એક ઇજાગ્રસ્ત

Surendranagar News  : મોરબી બાદ હવે સુરેન્દ્રનગરથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ વિભાગની બેદરકારીએ 2 લોકોનો ભોગ લીધો છે. પ્રાથમિક વિગતો મુજબ સાયલાના ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા છે. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ સાયલા પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

વધુ વાંચો: રાજકોટમાં 2 કોર્પોરેટરના પતિનું આવાસ યોજનામાં મહાકૌભાંડ? ગરીબોના હક્ક પર સંબંધીના નામ ચિતર્યા, ડ્રોનો દેખાડો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકના ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ચોરવીરામાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત થયા તો અન્ય  એકને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. વિગતો મુજબ મૃતકોના નામ હર્ષદ બાટિયા અને હરેશ બાટિયા હોવાનું સામે આવ્યું છે. આ સાથે બન્ને મૃત યુવકો મુળી તાલુકાના ધોળિયા ગામના છે રહેવાસી હોવાનું પણ ખૂલ્યું છે. ઘટનાને લઈ મૃતકોના પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ