બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Big scam housing scheme of husband of 2 corporators

મલાઈ / રાજકોટમાં 2 કોર્પોરેટરના પતિનું આવાસ યોજનામાં મહાકૌભાંડ? ગરીબોના હક્ક પર સંબંધીના નામ ચિતર્યા, ડ્રોનો દેખાડો

Dinesh

Last Updated: 11:02 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટ કોર્પોરેશનના કોર્પોરેટર વજીબેન અને દેવુબેનના પતિએ સેટિંગ કરીને આવાસ ક્વાર્ટરનું કૌભાંડ આચર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે

રાજકોટમાં આવાસ ક્વાર્ટરનું કૌભાંડનો મામલો સામે આવ્યું છે. ભાજપના 2 કોર્પોરેટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાનું આક્ષેપ થઈ રહ્યો છે. અત્રે જણાવીએ કે, વોર્ડ નંબર 5 અને 6ના કોર્પોટરના પતિએ કૌભાંડ આચર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

કવાભાઇ ગોલતર

સેટિંગ કરીને ક્વાર્ટર કૌભાંડ આચર્યું !
વજીબેન અને દેવુબેનના પતિએ કોર્પોરેશનમાં સેટિંગ કરીને ક્વાર્ટર કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જે બંન્નેના નામ મનસુખ જાદવ અને કવા ગોલતર છે. જેમણે ગરીબોનો હકના આવાસ પોતાના સંબંધીના નામે કર્યા હોવાની બૂમરાડ ઉઠી છે.  ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે આ આવાસ બનાવાયા હતા. 

મનસુખ જાદવ

ગોકુલ નગર આવાસનો ગઈકાલે ડ્રો થયો હતો 
આવાસ ક્વાર્ટરનું કૌભાંડનો મુદ્દો સામે આવતા રાજકોટમાં અનેક કૌભાંડોની પણ વિશેષ ચર્ચા થઈ રહી છે. અત્રે જણાવીએ કે, ગરીબોના હક્કના રહેઠાણમાં પણ કૌભાંડ કરવાનું ન છોડતા નગરની જનતામાં બંન્ને કોર્પોરેટર અને તેમના પતિઓ વિરૂદ્ધ ફીટકાર વ્યાપી જવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે, સંત કબીર રોડ પર ગોકુલ નગર આવાસનો ગઈકાલે ડ્રો થયો હતો 

વાંચવા જેવું:  'મારુ મન મોર બની થનગનાટ કરે' ગાયક ઓસમાણ મીરને રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ, ગાયું ગીત

કોઇપણ જાતનું કૌભાંડ થયું નથી: કવાભાઇ ગોલતર
તો બીજી તરફ કાઉન્સિલરના પતિ કવાભાઇ ગોલતરે પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા છે. તેમણે કહ્યું કે, આવાસ યોજનાનો ડ્રો ઓનલાઇન થયો છે. કોઇપણ જાતનું કૌભાંડ થયું નથી. 

 VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ