બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Junagadh, two died when a car fell into a well, the entire bus overturned in Limbadi

દુર્ઘટના / ગુજરાતમાં બે ગંભીર અકસ્માત: જૂનાગઢમાં કાર કૂવામાં ખાબકતાં બેના મોત, લીંબડીમાં આખી બસ પલટી ખાઈ ગઈ

Priyakant

Last Updated: 11:20 AM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢમાં કાર કૂવામાં ખાબકી ગયા બાદ વહેલી સવાર સુધી રેસ્ક્યૂ પણ બે યુવકના મૃતદેહ મળ્યા તો લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી બસે પલટી મારતા 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

  • જુનાગઢના કોડીનારમાં કાર કૂવામાં ખાબકી અને બે લોકોના મોત 
  • સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ખાનગી બસે મારી પલટી
  • અકસ્માતમાં બસમાં સવાર 20થી 25 લોકો ઈજાગ્રસ્ત
  • ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં રાજ્યમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે. વિગતો મુજબ જુનાગઢમાં એક કાર કૂવામાં ખાબકી ગયા બાદ બે વ્યક્તિના મોત થયા છે. બીજી તરફ લીંબડી-અમદાવાદ હાઇવે પર એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં 20 થી 25 મુસાફતો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

કોડીનાર અકસ્માત 

કોડીનારમાં કાર કૂવામાં ખાબકી અને બે લોકોના મોત 
જૂનાગઢના કોડીનારમાં કાર કૂવામાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે રાત્રે કૂવામાં પડેલી કાર અને બે વ્યક્તિઓને બચાવવા માટે વહેલી સવાર સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. જે બાદમાં કાર અને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. વિગતો મુજબ આ ઘટના કોડીનારના ફાચરિયા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રાત્રે 10 કલાકે બની હતી. કારચાલકે કાબુ ગુમાવતા કાર કૂવામાં પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે મૃતક યુવાનો વડનગરના હોવાનું  સામે આવ્યું છે. 

લીંબડી-અમદાવાદ હાઈવે પર ખાનગી બસે મારી પલટી 
ગઇકાલે રાત્રિના સમયે લીંબડી-અમદાવાદ હાઈવે પર એક ખાનગી બસ પલટી મારી ગઈ હતી. વિગતો મુજબ આ બસમાં મુસાફરો પણ સવાર હોઇ 20 થી 25 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. ઘટનાને લઈ તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માહિતી મુજબ વાપીથી પોરબંદર જતી બસનો કટારીયાના પાટીયા નજીક અકસ્માત થયો હતો. જેમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. આ તરફ અકસ્માત સર્જાયા બાદ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો. 

સુરેન્દ્રનગર અકસ્માત 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ