બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Important news for standard 10 students, the government took this big decision regarding the subject of mathematics
ParthB
Last Updated: 11:38 AM, 25 February 2022
ADVERTISEMENT
ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાનો કાર્યક્રમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે.જે મુજબ આ વર્ષે 28મી માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધો.10માં પ્રથમ વખત ગણિતની બે પરીક્ષા અલગ-અલગ દિવસે લેવામાં આવશે.
આ વર્ષે બોર્ડમાં સ્ટન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતની પરીક્ષા લેવાશે
ADVERTISEMENT
ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગણિતમાં કાચા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને ગણિત વિષયની પરિક્ષા માટે 2 વિકલ્પ આપવામાં આવશે. જેમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત રહેશે.
શિક્ષણવિદના અભ્યાસ બાદ સરકારનો નિર્ણય
આ વર્ષે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 87% વિદ્યાર્થીઓની બેઝિક ગણિત પસંદ કર્યું છે. જ્યારે 13% વિદ્યાર્થીઓ સ્ટન્ડર્ડ ગણિતમાં પરીક્ષા આપશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 9,25,575 વિદ્યાર્થીઓમાંથી 8,02,396 વિદ્યાર્થીઓની પસંદ બેઝિક ગણિત પસંદ કર્યું છે. મહત્વનું છે કે, અત્યાર સુધી ધોરણ 10માં ગણિતમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ નપાસ થતા હતા
જેને લઈને શિક્ષણ શાસ્ત્રીઓના અભ્યાસ બાદ સરકારે પ્રથમ વખત 2 ગણિત બોર્ડમાં દાખલ કર્યા હતાં. આ વર્ષે બોર્ડમાં સ્ટન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિતની પરીક્ષા લેવાશે. જેને લઈને
મોટાભાગના વિદ્યાર્થીઓએ સામાન્ય ગણિતમાં પરીક્ષા આપવાનું કર્યું નક્કી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.