બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Important decision of Gujarat government for small entrepreneurs,

ગાંધીનગર / તકલીફને ટાટા બાય બાય: નાના ઉદ્યોગકારો માટે ગુજરાત સરકારનો અગત્યનો નિર્ણય, વિલંબીત ચૂકવણા માટે કરી આ ખાસ વ્યવસ્થા

Kishor

Last Updated: 05:30 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય તે માટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રીઝનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે.

  • રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
  • MSME ઉદ્યોગકારોની વિલંબીત ચૂકવણાની અરજીઓ નિકાલ કરવા પ્રયાસ
  • પાંચ રિજીયોનલ કાઉન્સિલની સ્થાપના

સરકાર દ્વારા ઉદ્યોગકારોના હિતના નિર્ણય લેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજ્યના MSME ઉદ્યોગકારોને તેમના વિલંબીત ચૂકવણાની અરજીઓનો ઝડપથી નિકાલ થાય એ માટે રાજ્યમાં પાંચ રિજીયોનલ કાઉન્સિલની સ્થાપના કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે,

રીઝનલ કાઉન્સિલની સ્થાપના
કેન્દ્ર સરકાર દ્વારા MSME એક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યમાં MSEFC(Micro & Small Enterprise Facilitation Council) ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવી છે અને MSME માટે રાજ્યની તમામ વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવતું હતું. પરંતુ રાજ્યના MSME ઉદ્યોગકારોને વધુ સરળતાથી અને ઝડપથી તેમની વિલંબીત ચૂકવણીની અરજીઓનું નિરાકરણ થાય તે માટે, રાજ્ય સરકાર દ્વારા પાંચ રીજીયનમાં એટલે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં રીઝનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. 

અરજીઓનો ઝડપથી નિકાલ થઈ શકશે

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં Resident Additional Collector (RAC), આ રીઝનલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે રહેશે. તેમજ આ જિલ્લાઓના જનરલ મેનેજર (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર) તે રીઝનલ કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. આ રીઝનલ કાઉન્સિલનું સંચાલન જે-તે રીઝનની જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ દ્વારા કરવામાં આવશે. આમ, રીઝનલ કાઉન્સિલમાં સંબંધિત  રીઝનના MSME ઉદ્યોગકારોની વિલંબીત ચૂકવણી માટેની અરજીઓનો ઝડપથી અને સરળતાથી નિકાલ થઈ શકશે,

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ