બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Extra / importance-and-history-of-mahudi-jain-derasar

NULL / ગુજરાતના આ મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવે છે સુખડીનો પ્રસાદ જાણો આ પાછળનો ઇતિહાસ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીરનું ભવ્ય દેરાસર આવેલું છે. આ દેરાસર જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. પૌરાણિક કાળમાં આ સ્થળને મધુપુરી તરીકે ઓળખવામાં આવતું હતું. આ યાત્રાધામ જૈનોના ર૪ તીર્થક્ષેત્રોમાંનું એક છે જે પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દેરાસરનું સંકુલ લગભગ 2 કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. આજે અમે અહીં જણાવીશું કે મહુડીમાં શા માટે સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે. 

મહુડી દેરાસરનો ઇતિહાસ :

સેંકડો વર્ષોથી  મહુડી ગામમાં અતિ પ્રાચીન શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. જે સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરના કારણે ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવા ગામમાં વસવાટ કર્યો અને નૂતન જિનાલય નિર્માણ કરાવ્યું. મૂળનાયક શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાન શ્રી આદેશ્વર સ્વામી ભગવાન શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા સંવત 1974 માં માગસર સુદ 6 ના દિને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મ.સા.એ કરી. મહુડી મંદિરનું નામ પડે એટલે તીર્થંકર ભગવાનનાં દર્શન અને તે સાથે ધનુર્ધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને સુખડીનો પ્રસાદ અહીંના દર્શને આવનાર ભાવિકોનું સંભારણું બની રહે છે. 

મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું મુખ્ય દેરાસર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું દેરાસર આરસપહાણથી બનેલું છે. જૈન તેમજ અન્ય સમાજના હજારો યાત્રાળુઓ અહીં વર્ષ દરમ્યાન દર્શન-મુલાકાતે આવે છે જેઓ ચોક્કસ અહીંની પ્રખ્યાત સુખડીનો પ્રસાદ આરોગે છે. 

શા માટે સુખડીને જ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે?

ઉલ્લેખનીય છે કે વર્ષ દરમ્યાન ભક્તો દ્વારા અહીં લાખો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે. એક માન્યતા પ્રમાણે "ઘંટાકર્ણ' તેમના પૂર્વજન્મમાં તૂંગભદ્ર નામના યોદ્ધા હતા. તે ગરીબોનાં મસીહા ગણાતા હતા. તેમને સુખડી તરીકે ઓળખાતી વાનગી ખૂબ ભાવતી.આ બાબતને ધ્યાનમાં રાખીને ઘંટાકર્ણ પ્રભુને આજે પણ ભાવિકો સુખડીનો પ્રસાદ ધરાવે છે. સુખડી એ જૈન દેવતાનો માનીતો પ્રસાદ હોવાથી અહીંથી સુખડીનાં થોડા કણો પણ બહાર લઈ જવા અશુભ મનાય છે. આથી સુખડીનો પ્રસાદ દેરાસરની બહાર કયાંય લઈ જવામાં આવતો નથી.

મહુડીની સુખડી બહાર કેમ નથી લઇ જવાતી?
 
મહુડીનો નિયમ છે કે સુખડી મંદિરની બહાર લઈ જવાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દ્રષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે. ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટસ હોય છે પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબોને આપીને પૂરી કરવાની હોય છે. આ સંકુલમાંથી તે બહાર લઈ જવાનો નિષેધ છે. ક્યારેય કોઈએ તેવો પ્રયત્ન કર્યો હોય તે સફળ થઈ શક્યા નથી તેવી લોકવાયકા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ