બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રાતોરાત સ્ટાર બની ગયો
હ્યૂસ્ટનમાં NRG સ્ટેડિયમમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમાં ભાગ લીધો હતો. જ્યારે ટ્રમ્પ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા તો PM મોદીની સાથે મુખ્ય સમારોહ સ્થળ તરફ જવા લાગ્યા. બંને નેતા એકબીજના હાથ પકડીને આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન એક બાળક PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે સેલ્ફી લેવા માટે આવ્યો અને પછી સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો. સોશ્યલ મીડિયા પર હવે લોકો આ બાળકને લઇને ચર્ચા કરવા લાગ્યા.
ADVERTISEMENT
મોદી અને ટ્રમ્પને રોકીને લીધી સેલ્ફી:
ADVERTISEMENT
Memorable moments from #HowdyModi when PM @narendramodi and @POTUS interacted with a group of youngsters. pic.twitter.com/8FFIqCDt41
— PMO India (@PMOIndia) September 23, 2019
ADVERTISEMENT
વાસ્તવમાં સ્ટેજ પર જતા પહેલા કેટલાક ભારતીય બાળકો બંને નેતાની આગેવાની માટે પારંપરિક કપડામાં ઉભા હતા. PM મોદી અને ટ્રમ્પ તમામ બાળકોની સાથે હસતા આગળ વધી રહ્યા હતા. PM મોદી અને ટ્રમ્પે એકબીજાને હાથ પકડીને આમ આગળ જઇ રહ્યા હતા ત્યારે ટ્રમ્પે એક બાળકના હાથમાં મોબાઇલ જોયો અને તેઓ રોકાઇ ગયા. તેમણે બાળકને કંઇ પૂછ્યુ. આ વચ્ચે PM મોદી આગળ વધી રહ્યા હતા પરંતુ બાળકના આગ્રહથી ટ્રમ્પ ત્યાંજ રોકાઇ ગયા. ટ્રમ્પને ઉભા રહેલા જોઇને PM મોદી પણ તેમની પાસે ગયા. વાસ્તવમાં સફેદ ડ્રેસ પહરેલા આ બાળક PM મોદી અને ટ્રમ્પને સાથે સેલ્ફી લેવા માંગતો હતો. બંને નેતા તૈયાર થઇ ગયા. મોદી અને ટ્રમ્પ બાળકની સાથે સેલ્ફી લીધી અને જે પછી PM મોદીએ બાળકની પીઠ થપથવાવી જ્યારે ટ્રમ્પે તેની સાથે હાથ મિલાવ્યો હતો.
ADVERTISEMENT

મૂળ ભારતીય નાગરિક છે સાત્વિક:
ADVERTISEMENT
જોકે જાણકારી અનુસાર, 9 વર્ષના આ બાળકનું નામ સાત્વિક હેગડે છે અને તેના માતા-પિતાનું નામ પ્રભાકર હેગડે અને માતાનું નામ મેઘા હેગડ છે. સાત્વિક કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં રહે છે. સાત્વિક યોગમાં રસ ધરાવે છે. યોગા કાર્યક્રમ ખત્મ થયા પછી સાત્વિક લાઇનમાં ઉભો હતો અને ત્યારે તેણે મોદી અને ટ્રમ્પની સાથે સેલ્ફી લેવા માટે તક મળી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.