બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / How Many People In Family Can Get Ayushman Card, know Eligibility Criteria

Ayushman Card / એક પરિવારમાં કેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે? જાણો શું છે નિયમો

Vidhata

Last Updated: 01:13 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન ભારત યોજનામાં મફત સારવારનો લાભ આપવામાં આવે છે. પરંતુ શું એક પરિવારના તમામ લોકો આ યોજનામાં જોડાઈ શકે છે અને લાભ લઈ શકે છે કે નહીં? તો ચાલો જાણીએ

સરકાર ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક રીતે કે અન્ય કોઈ રીતે મદદ કરવા માટે ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકાર આ યોજનાઓ દ્વારા લોકો સુધી લાભ પહોંચાડવાનું કામ કરે છે. કેટલીક યોજના દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે, તો કેટલીક યોજના દ્વારા અન્ય રીતે મદદ કરવામાં આવે છે. આવી જ એક યોજના છે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના. આ યોજનામાં મફત સારવારનો લાભ આપવામાં આવે છે. પરંતુ આ યોજના વિશે દરેકને સમગ્ર માહિતીની જાણકારી નથી હોતી. ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન ઉભો થતો હોય છે કે એક પરિવારના કેટલા લોકો આ યોજનામાં જોડાઈ શકે? શું પરિવારના દરેક સભ્યો આ યોજનાનો લાભ લઈ શકે? તો ચાલો જાણીએ આયુષ્માન ભારત યોજના વિશે વિગતવાર - 

એક પરિવારના કેટલા લોકો બનાવી શકે છે આયુષ્માન કાર્ડ?

આયુષ્માન ભારત યોજના હેઠળ, આયુષ્માન કાર્ડ સૌથી પહેલા પાત્ર લોકો માટે બનાવવામાં આવે છે. આ પછી, કાર્ડધારક આ કાર્ડ દ્વારા સૂચિબદ્ધ હોસ્પિટલમાં મફતમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. હવે એ પ્રશ્ન ઉભો થાય કે એક પરિવારના કેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે? તો જણાવી દઈએ કે આ અંગે કોઈપણ પ્રકારની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે એક પરિવારના તમામ લોકો પણ આ કાર્ડ બનાવી શકે છે. પરંતુ શરત એ છે છે કે તેઓ આને પાત્ર હોય અને તેમના નામ રેશનકાર્ડમાં હોય.

કોણ મેળવી શકે છે આયુષ્માન કાર્ડ? જાણી લો શું હોય છે યોગ્યતા 

  • જે લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે.
  • જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.
  • જે લોકો દૈનિક વેતન મજૂર તરીકે કામ કરે છે.
  • જેના પરિવારમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે.
  • જે લોકો અનુસૂચિત જાતિ અથવા જનજાતિમાંથી આવે છે.
  • જે લોકો નિરાધાર છે અથવા આદિવાસી છે, વગેરે લોકો આયુષ્માન કાર્ડ મેળવવા માટે પાત્ર હોય છે.

વધુ વાંચો: આધાર કાર્ડની PDF ડાઉનલોડ તો કરી લીધી, પરંતુ પાસવર્ડ નથી ખબર! તો અપનાવો આ ટિપ્સ

આયુષ્માન કાર્ડ બનાવવાની રીત

જે લોકો આયુષ્માન કાર્ડ માટે પાત્રતા ધરાવે છે તેઓએ તેમના નજીકના CSC કેન્દ્ર પર જઈને સંબંધિત અધિકારીને મળવાનું હોય છે. 
પછી તમારા દસ્તાવેજો તેમને આપી દો, જેને વેરિફાઈ કરવામાં આવે છે અને સાથે જ પાત્રતા પણ તપાસવામાં આવે છે.
તપાસમાં યોગ્ય જણાયા બાદ અરજી કરી દેવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ