બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / How are TATA cars made Watch the video of the second plant built in Gujarat, the first car rolled out

AUTO / કઈ રીતે બને છે TATAની કાર? જુઓ ગુજરાતમાં બનેલા બીજા પ્લાન્ટનો વીડિયો, પહેલી ગાડી થઈ રોલ આઉટ

Megha

Last Updated: 01:37 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટા મોટર્સ કંપનીએ આ પ્લાન્ટ ફોર્ડ ઈન્ડિયા પાસેથી જાન્યુઆરી, 2023ના રોજ ખરીદ્યો હતો. 460 એકરમાં ફેલાયેલો આ ટાટા મોટર્સનો બીજો પ્લાન્ટ છે જે ICE એન્જિન અને ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરે છે.

  • ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં કારનું ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરી 
  • કંપનીએ આ પ્લાન્ટ ફોર્ડ ઈન્ડિયા પાસેથી 10 જાન્યુઆરી, 2023ના રોજ ખરીદ્યો હતો

ટાટા મોટર્સના વાહનોની ભારતીય બજારમાં ખૂબ જ માંગ છે. તાજેતરમાં કંપનીએ ગુજરાતમાં તેના સાણંદ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન શરૂ કર્યું છે. ટાટા મોટર્સના એકમ કંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે ગયા વર્ષે જાન્યુઆરીમાં ફોર્ડ ઇન્ડિયા પાસેથી રૂ. 725.7 કરોડમાં આ પ્લાન્ટ ખરીદ્યો હતો. 

ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (TPEM)ના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે 12 મહિનાના ટૂંકા ગાળામાં ફેક્ટરીને સફળતાપૂર્વક ફરી તૈયાર કર્યું છે કરી છે. સાથે જ આ નવો પ્લાન્ટ દર વર્ષે 300,000 એકમો વાહનોનું ઉત્પાદન કરશે, જેને વધારીને 420,000 યુનિટ પ્રતિ વર્ષ કરી શકાય છે. ”

ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડે સત્તાવાર રીતે ગુજરાતના સાણંદમાં તેની નવી ફેક્ટરીમાં પેસેન્જર વાહનોનું ઉત્પાદન શરૂ કર્યું છે. ઉદ્ઘાટન અને પ્રથમ ટાટા-બ્રાન્ડેડ કારના રોલઆઉટની ઉજવણી TPEMના મેનેજિંગ ડિરેક્ટર શૈલેષ ચંદ્રા અને પેસેન્જર અને ઇલેક્ટ્રિક વ્હીકલ બિઝનેસની લીડરશિપ ટીમની હાજરીમાં કરવામાં આવી હતી.

નવો પ્લાન્ટ ઔદ્યોગિક કેન્દ્ર, GIDC સાણંદ ખાતે સ્થિત છે. 460 એકરમાં આવરી લેતો, આ ટાટા મોટર્સનો ગુજરાતમાં બીજો પ્લાન્ટ છે, જે ICE અને EV બંનેનું ઉત્પાદન કરે છે. આમાં ચાર મુખ્ય શાખાઓ હોય છે; સ્ટેમ્પિંગ, બોડી કન્સ્ટ્રક્શન, પેઇન્ટ અને ફાઇનલ એસેમ્બલીની શોપ. શ્રેષ્ઠ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરીય ઓટોમેશન અને નવીનતમ તકનીકથી સજ્જ, ઘણી વૈશ્વિક સ્તરની તકનીકોનો ઉદ્યોગમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો: એક અવાજ પર સ્ટાર્ટ થઈ જશે ગાડી: જોરદાર સેફટી ફીચર્સ સાથે લોન્ચ થઈ નવી Hyundai CRETA, જાણો કિંમત

પ્લાન્ટમાં હાલમાં 1000 થી વધુ લોકો કામ કરે છે. ટાટા મોટર્સના જણાવ્યા અનુસાર ઉત્પાદન વધારવાની યોજનાના ભાગરૂપે કંપની આગામી ત્રણ-ચાર મહિનામાં વધારાની 1,000 નોકરીઓ ઊભી કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે હું ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગ માટે અને મારા કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેમના વિના આ સિદ્ધિ શક્ય ન બની હોત. મને વિશ્વાસ છે કે આ સુવિધા ટાટા મોટર્સને, ખાસ કરીને TPEMને નવી સિદ્ધિઓ હાંસલ કરવા તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ