બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / 'Hostel in the name of Rahul-Priyanka on government land in Amethi', Smriti Irani's big allegation

લોકસભા / 'અમેઠીમાં સરકારી જમીન પર રાહુલ- પ્રિયંકાને નામે હોસ્ટેલ', સ્મૃતિ ઈરાનીનો મોટો આરોપ

Hiralal

Last Updated: 09:06 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપતાં તેમની સામે પલટવાર કર્યો હતો.

  • રાહુલના લોકસભાના આરોપ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો પલટવાર
  • કહ્યું- એક સજ્જને પ્રધાનસેવક પર કર્યો કટાક્ષ
  • અમેઠીમાં સરકારી જમીન પર રાહુલ- પ્રિયંકાને નામે હોસ્ટેલ

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સ્મૃતિ ઈરાની ચર્ચામાં બોલી રહ્યા છે. તેમણે રાષ્ટ્રપતિ, નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાહુલ ગાંધી પર પણ ટોણો માર્યો હતો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમેઠીમાં પ્રિયંકા અને રાહુલ ગાંધીના નામ પર હોસ્ટેલ બનાવવામાં આવી હતી. તે પણ એકેડેમીની જમીન પર. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર પર વીણીવીણીને નિશાન સાધ્યું હતું. 

એક સજ્જને પ્રધાનસેવક પર કર્યો કટાક્ષ
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે એક સજ્જન (રાહુલ ગાંધી)એ પ્રધાનસેવક પર હુમલો કર્યો. અમેઠીમાં જેમને લોકોએ નકાર્યાં તેઓ પ્રધાનસેવક પર કટાક્ષ કરી રહ્યાં છે. અમેઠીમાં મેડિકલ કોલેજ જો કોઈએ પહેલા આપી હોય તો તેઓ પીએમ મોદી છે. 

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ
આજે લોકસભાની કાર્યવાહી શરુ થતાં કોંગ્રેસમાંથી રાહુલને બોલવાનું હતું. રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે શરૂઆતમાં, મેં વિચાર્યું હતું કે આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હશે, પરંતુ તેમાંથી ઘણું શીખવા મળ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજના રાજકારણમાં પરંપરાઓને ભુલાવી દેવામાં આવી રહી છે. તમે પણ રાજકારણી છો, અમે પણ. આપણે ચાલવાની પરંપરા ભૂલી રહ્યા છીએ. રાહુલે કહ્યું કે આપણે બધા જનતાના સેવક છીએ. 

અગ્નિવીર યોજના પર શું બોલ્યાં રાહુલ 
રાહુલ ગાંધીએ કહ્યું કે મુલાકાત દરમિયાન તેમને જનતા સાથે વાત કરવાની, તેમની સમસ્યાઓ સાંભળવાની તક મળી. "અત્યારે તમે અગ્નિવીર યોજનાની પ્રશંસા કરી છે, પરંતુ સેનામાં ભરતી માટે સવારે 4 વાગ્યે રસ્તા પર દોડતા બેરોજગાર યુવાનો આ વાત સાથે સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો કહે છે કે અજીત ડોભાલે સેના પર અગ્નિવીર યોજના લગાવી છે. સમાજમાં એટલી બધી બેરોજગારી છે, અગ્નિવીર પછી સમાજમાં હિંસા વધશે. 

રાહુલે ડોભાલનું નામ લેતા શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો
રાહુલ ગાંધીએ અજીત ડોભાલનું નામ લેતા શાસક પક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે હોબાળો મચાવ્યો હતો અને કહ્યું કે તમે તેમનું નામ ન લઈ શકે. આના પર રાહુલ ગાંધી અને કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે તેઓ તેને કેમ નથી લઈ શકતા. તેઓ ગૃહમાં નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ