આજે સિંહ રાશિના લોકોને દરેક કામકાજમાં સફળતા મળશે. આ લોકો માટે ચિંતામાં વધારો, જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ
આજનું પંચાંગ
22 05 2022 રવિવાર
માસ વૈશાખ
પક્ષ કૃષ્ણ
તિથિ સાતમ (બપોરે 12.59 પછી આઠમ)
નક્ષત્ર ધનિષ્ઠા
યોગ ઈન્દ્ર
કરણ બવ (બપોરે 12.59 પછી બાલવ)
રાશિ કુંભ (ગ,શ,સ,ષ)
----------------------
દેવ દર્શન - મહેસાણા જિલ્લામાં આવેલા શંખલપુર ગામે જગવિખ્યાત શ્રી બહુચરાજી માતાજીના મંદિરે વરખડીના ઝાડવા ચોતરફ ઘેઘુર હોવાથી દર્શનાર્થીઓમાં અનેરૂ આકર્ષણ જાગે છે...સોૈ આસ્થાભેર દર્શન-પૂજન કરી જીવનમાં પૂણ્યનું ભાથુ બાંધી રહયા છે, સાથે સાથે મનમોહક વરખડીના વૃક્ષોમાં પણ પાંદડે-પાંદડે આસ્થા સમાયેલી હોય છે.
કહેવાય છે કે, અગાઉ મંદિર નાનું હતુ, સ્થાનકનો વહીવટ આશરે ૨૫૦ થી ૩૦૦ વર્ષ પહેલા પૂજય બાવા કરતા હતા...પરંતુ સમય જતા માતાજીની કૃપાથી શ્રી શિવગીરીબાપુ જે તે અરસામાં ઝાલાવાડના શીયાણી ગામના દેવરામ દવેને મંદિરની સેવાની તક આપી આપ્યા બાદ ચાર ધામની યાત્રાએ ચાલી નિકળ્યા હતા.એ સમયે દેવરામ દવે દ્વારા સ્થાનકનો વહીવટ થતો, ત્યાર બાદ એમના વારસદારો પણ પુજા પાઠ કરતા હતા.
વિક્રમ સવંત ૧૨૮૦ના તામ્ર પત્રમાં ઉલ્લેખ મુજબ સોલંકી વંશના તેજસ્વી રાજા વીર પ્રતાપી લવણપ્રસાદે તેમની જનેતા (માતા) શલખણબાઇ (સુલક્ષણા)ના નામ ઉપરથી ગામનું નામ શંખલપુર પાડેલ છે.
ભીમદેવ (ભાળાભીમ)ના કુંવર લવણપ્રસાદે આ સ્થાન વસાવ્યુ.માનવામાં આવે છે કે, દૈત્ય દંઢાસુર અને સાથી રાક્ષસોનો વધ કરી વરખડીવાળી જગ્યા (વૃક્ષોની ઝાડી)એ આવી વિશ્રાંતિ લીધી તે સ્થળ શંખલપુર નામે પ્રખ્યાત છે. આ જગ્યા શ્રી માતાજી બહુચરાજી ગામાના આધ્યસ્થાને આવી વસ્યા એ જ સ્થળ હાલનું શ્રી બહુચરાજી ગામ છે.
શ્રી માતાજીના પગલાવાળા સ્થાને દર ચૈત્ર અને આસો માસની પૂનમે બહુચરાજી ગામથી રાત્રે સવારી પાલખી નિકળી અસલ સ્થાને પહોંચે છે.
શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.06 થી 1.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.31 થી 5.52 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
--------------------------------------- મેષ (અ.લ.ઈ.)
કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે
સ્નેહીના સંપર્કથી લાભ થશે
વ્યવસાયમાં વૃદ્ધિ થશે
પરિવારના સુખમાં વૃદ્ધિ થશે