બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Hindu group seeks 'scientific survey' of Bhojshala complex in Dhar district; MP HC reserves order

VTV વિશેષ / અયોધ્યા-કાશી બાદ હવે 1000 વર્ષ જુના આ સ્થળ પર મોટો વિવાદ, ASI સર્વેની તૈયારી, જાણો શું છે

Hiralal

Last Updated: 05:25 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ધારમાં આવેલી 1000 વર્ષ જુની ભોજશાળાનો એએસઆઈ સર્વે કરાવવાની માગ ઉઠી છે અને હાઈકોર્ટે આજે તેની પર ચુકાદો અનામત રાખ્યો હતો.

અયોધ્યા, કાશી, મથુરા, લાક્ષાગૃહ વિવાદ બાદ હવે વધુ એક ઐતિહાસિક સ્થળ વિવાદમાં આવ્યું છે. મધ્યપ્રદેશના ધારમાં આવેલી 1000 વર્ષ જુની ભોજશાળા પર હિંદુ અને મુસ્લિમો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એક બાજુ હિંદુઓ ભોજશાળાને સરસ્વતી માતાનું મંદિર ગણાવી રહ્યાં છે તો બીજી તરફ મુસ્લિમો તેને કમલ મોલા મસ્જિદ ગણાવી રહ્યાં છે. 

ASI સર્વેની માગ
હિંદુ પક્ષ દ્વારા સોમવારે એમપી હાઈકોર્ટમાં ભોજશાળાના એએસઆઈ સર્વેની માગ કરવામાં આવી છે જેને લઈને હાઈકોર્ટે આની પર ચુકાદો અનામત રાખી દીધો છે. ASIએ પણ કોર્ટને કહ્યું છે કે તે ભોજશાળાનો વૈજ્ઞાનિક સર્વે કરવા તૈયાર છે. જોકે મુસ્લિમ પક્ષ દ્વારા સર્વે સામે રીટ પીટિશન દાખલ કરવામાં આવી હતી. 

હિંદુઓ અને મુસ્લિમો બન્ને પૂજાની મંજૂરી 
કોર્ટે હિંદુ અને મુસ્લિમ બન્ને પક્ષને ભોજશાળામા પૂજા કરવાની મંજૂરી આપી છે. હિન્દુ સમુદાય મંગળવારે અને બસંત પંચમીની પૂજા કરે છે, જ્યારે મુસ્લિમ સમુદાય શુક્રવારે અહીં નમાઝ અદા કરે છે.

શું છે ભોજશાળા
ઈ.સ. 1000-1055 દરમિયાન, પરમારા વંશના રાજા ભોજે ધારમાં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી જેને પાછળથી ભોજશાળા અને સરસ્વતી મંદિર તરીકે માન્યતા મળી. ધાર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો અહીં અભ્યાસ માટે આવતા હતા. બાદમાં આ સ્થળને મુસ્લિમ શાસકોએ મસ્જિદમાં ફેરવી દીધું હતું. એવું કહેવામાં આવે છે કે તેના અવશેષો હજી પણ નજીકની કમલ મૌલાના મસ્જિદમાં હાજર છે.

50 ધાર્મિક સ્થળો હિંદુઓના દાવા હેઠળ 
જૂન 2022 માં, તુર્કીની એક આંતરરાષ્ટ્રીય સમાચાર વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરેલા લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ઓછામાં ઓછા 50 ધાર્મિક સ્થળો હિંદુના દાવા હેઠળ છે. જેમાં મથુરામાં શાહી મસ્જિદ, ધારમાં ભોજશાળા સંકુલ, દિલ્હીમાં કુતુબ મિનાર, લખનૌમાં તિલી વાલી મસ્જિદ, અજમેરમાં હઝરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ,મધ્ય પ્રદેશમાં કમાલ-ઉદ્દ-દિન મસ્જિદ સામેલ છે. 

કયા ધાર્મિક, ઐતિહાસિક સ્થળો વિવાદમાં 
મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ પર વિવાદ ચાલી રહ્યો છે. હિંદુઓ તેને ભગવાન શિવનો મહેલ ગણાવી રહ્યાં છે. જોકે તેનો કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. મથુરામાં શાહી ઈદગાહનું નિર્માણ 1670માં ઔરંગઝેબે કરાવ્યું હતું. આ અંગે ઓછામાં ઓછી 12 અરજીઓ સ્થાનિક કોર્ટમાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઈદગાહ કૃષ્ણના જન્મસ્થળ પર બનેલા મંદિરને તોડીને બનાવવામાં આવી હતી.1223 માં મુસ્લિમ સમ્રાટ શમશુદ્દીન ઇલ્તુત્મિશ દ્વારા બનાવવામાં આવેલી બદાયૂ શાહી ઈમામ મસ્જિદનો વિવાદ પણ 800 વર્ષ જુનો છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાનું પણ કહેવું છે કે આ મસ્જિદ ગેરકાયદેસર માળખું છે. તે 10મી સદીમાં ભગવાન શિવના મંદિરને તોડીને બનાવવામાં આવ્યું હતું. દિલ્હીના પ્રથમ સુલતાન, કુતુબુદ્દીન એબકે, 1192 માં દિલ્હીના તત્કાલિન હિંદુ શાસકોને હરાવીને આ 240 ફૂટ ઊંચો મિનાર બંધાવ્યો હતો. ઈતિહાસકારોના મતે તેને બનાવવા માટે 27 હિંદુ અને જૈન મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા. તેના કાટમાળનો ઉપયોગ અહીં મિનારના નિર્માણમાં કરવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

ASI Bhojshala complex dhar news Dhar Bhojshala complex dhar bhohshala row એમપી ભોજશાળા વિવાદ ધાર ભોજશાળા વિવાદ Dhar Bhojshala complex
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ