બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / Himachal Pradesh cabinet passes the bill of girls minimum age of getting married

નિર્ણય / હવે 21 વર્ષ પહેલા નહીં થાય યુવતીના લગ્ન, આ સરકારે કેબિનેટમાં પાસ કર્યો પ્રસ્તાવ, અંતિમ મંજૂરી કેન્દ્રમાં

Vaidehi

Last Updated: 05:14 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે શિમલામાં CM સુખવિંદર સિંહ સુક્ખૂની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ થઈ. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યમાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાં નહીં થાય.

  • હિમાચલમાં CM સુખવિંદર સિંહની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય
  • કેબિનેટ મીટિંગમાં છોકરીનાં લગ્નની ઉંમરને લઈને નિર્ણય
  • ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થઈ

આજે શિમલામાં CM સુખવિંદર સિંહ સુક્ખૂની અધ્યક્ષતામાં કેબિનેટ મીટિંગ થઈ. આશરે 3 કલાકની મીટિંગમાં ઘણાં મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યાં. જેમાં ફિલ્મને લગતાં નિર્ણયો તેમજ છોકરીઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાનો નિયમ વગેરે સામેલ છે.

ઘણાં મોટા નિર્ણયો લેવાયા
મીટિંગમાં નવી ફિલ્મ પોલિસીની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ ફિલ્મ કાઉંસિલ બનાવવાને મંજૂરી આપવામાં આવી. નવી પોલિસી અંતર્ગત હિમાચલમાં હવે શૂટિંગ માટે જરૂરી પરમિશન 3 દિવસની અંદર મળી જશે. જેનો સીધો ફાયદો ફિલ્મ મેકર્સને થશે. કેબિનેટ મીટિંગમાં મુખ્યમંત્રી વિધવા એકલ નારી યોજના અને હિમાચલ પ્રદેશ ડિજિટલ પોલિસીની લઈને પણ મંજૂરી આપવામાં આવી છે.

છોકરીનાં લગ્નની ન્યૂનતમ ઉંમરને લગતો નિર્ણય
હિમાચલ કેબિનેટ મીટિંગમાં સૌથી મહત્વનો નિર્ણય છોકરીઓનાં લગ્નને લઈને કરવામાં આવ્યો છે. મીટિંગમાં પ્રસ્તાવ પાસ કરી દેવાયો છે. હવેથી હિમાચલમાં છોકરીઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ રહેશે. એટલે કે માતાપિતા છોકરીનાં લગ્ન 21 વર્ષ પહેલાં નહીં કરાવી શકે. હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને એ બાદ જ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે.

વધુ વાંચો: દેશના સૌથી લાંબા સી બ્રિજનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, દરિયા પર 100 સ્પીડે દોડશે ગાડીઓ, મુંબઈનો ટ્રાફિક બારોબાર

ગેસ્ટ ટીચરની ભરતી
આ સિવાય પીરિયડ બેસ્ટ ગેસ્ટ ટીચર ભરતીને લઈને પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. કેબિનેટે આ માટે 2600 પદને મંજૂરી આપી છે. આ સાથે જ સ્કૂલોમાં બાળકોને 6 વર્ષની ઉંમરે દાખલ કરવાનાં નિયમમાં પણ છૂટ દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

2021માં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રસ્તાવ રજૂ કર્યો હતો
ડિસેમ્બર 2021માં કેન્દ્રીય મંત્રી મંડળે મહિલાઓ માટે લગ્ન કાયદાની ઉંમર 18થી 21 સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.  લગ્ન માટે યુવતીઓની કાયદાકીય ઉંમર 18 થી વધારીને 21 કરવાનાં પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી પણ મળી. સૂત્રોના અનુસાર કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006માં એક સંશોધન રજૂ કરવાની હતી અને તેના પરિણામ સ્વરૂપ વિશેષ વિવાહ અધિનિયમ અને હિંદુ વિવાહ અધિનિયમ 1955 જેવા વ્યક્તિગત કાયદામાં સંશોધન લાવવાનાં હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ