બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ભારત / Highway block, ther-ther chakkajam: Why are truck drivers protesting the hit and run law?

હિટ એન્ડ રન કાયદો / હાઇવે બ્લોક, ઠેર-ઠેર ચક્કાજામ: હિટ એન્ડ રન કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે ટ્રક ડ્રાઇવર્સ?

Priyakant

Last Updated: 08:39 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hit And Run New Law Latest News: નવા નિયમ મુજબ જો કોઈ વાહનને ટક્કર મારે છે અને ડ્રાઈવર પોલીસ પ્રશાસનને જાણ કર્યા વિના સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડ પણ થશે

  • હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈનો દેશભરમાં વિરોધ 
  • હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે, દંડ પણ ભરવો પડશે
  • અત્યાર સુધી આવા કેસમાં બે વર્ષની જેલ અને જામીનની જોગવાઈ હતી

Hit And Run New Law : ફોજદારી કાયદાઓને સ્વદેશી રંગ આપતું ભારતીય ન્યાય સંહિતા બિલ સંસદ દ્વારા શિયાળુ સત્રમાં મંજૂર કરવામાં આવ્યું હતું. આ તરફ હવે થોડા મહિનામાં IPCના કાયદાને તેની નવી જોગવાઈઓ દ્વારા બદલવામાં આવશે. જોકે હવે ભારતીય ન્યાય સંહિતાના એક કાયદાને લઈને દેશભરમાં વિરોધ શરૂ થયો છે. આ હિટ એન્ડ રન પર કરવામાં આવેલી નવી જોગવાઈ છે. આ અંતર્ગત જો રોડ પર કોઈ હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ સિવાય તેણે દંડ પણ ભરવો પડશે. વાસ્તવમાં વાહનની ટક્કર બાદ ભાગવું એ હિટ એન્ડ રન ગણાય છે. અત્યાર સુધી આવા કેસમાં બે વર્ષની જેલ અને જામીનની જોગવાઈ હતી. 

શું છે નવો નિયમ કે જેનો થઈ રહ્યો છે વિરોધ ? 
હવે નવા નિયમ મુજબ જો કોઈ વાહનને ટક્કર મારે છે અને ડ્રાઈવર પોલીસ પ્રશાસનને જાણ કર્યા વિના સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને દંડ પણ થશે. આ કાયદાને ખોટો ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હરિયાણા, દિલ્હી, યુપી, એમપી, બિહાર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોએ રસ્તા રોકી દીધા છે. ગૃહમંત્રી અમિત શાહ પાસે આ કાયદાની જોગવાઈઓને હળવી કરવાની માંગ છે. આ નિયમથી માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં પરંતુ ટેક્સી અને ઓટો ડ્રાઈવરો પણ પરેશાન છે. તમને જણાવી દઈએ કે, આ કાયદો ખાનગી વાહન માલિકોને પણ સમાન રીતે લાગુ પડશે.

દર વર્ષે રસ્તા પર હિટ એન્ડ રનમાં 50 હજાર લોકોના થાય છે મોત  
સરકારી આંકડાઓ અનુસાર, દર વર્ષે રસ્તા પર હિટ એન્ડ રનના કેસમાં 50 હજાર લોકો મૃત્યુ પામે છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે, નવા કાયદામાં સરકાર હિટ એન્ડ રન કેસમાં કડક જોગવાઈઓ લાવી રહી છે. આ હેઠળ, જો કોઈની કાર રસ્તા પર કોઈને ટક્કર મારે છે અને પીડિતને મદદ કરવાને બદલે ડ્રાઈવર પીડિતને મૃત છોડી દે છે અથવા પોતે કાર લઈને ભાગી જાય છે, તો તેને 10 વર્ષની જેલની સજા થશે અને દંડ ભરવો પડશે. જે લોકો પીડિતને હોસ્પિટલ લઈ જશે અથવા પોલીસ પ્રશાસનને જાણ કરશે તેમને રાહત આપવામાં આવશે. અત્યાર સુધી IPCમાં આવી કોઈ જોગવાઈ નહોતી. 

વધુ વાંચો: હાઇવે ચક્કાજામ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ...: ટ્રક-બસ ચાલકોની હડતાળ બાદ પેટ્રોલ પંપ પર દોડ્યા સામાન્ય લોકો, લાંબી લાંબી કતાર

પરિવહન ઉદ્યોગના નિષ્ણાતો અને ડ્રાઇવરોની શું છે દલીલ ? 
વાસ્તવમાં પરિવહન ઉદ્યોગના નિષ્ણાતો અને ડ્રાઇવરો દલીલ કરે છે કે, આ કાયદો બેધારી તલવાર છે. જો અકસ્માત બાદ ડ્રાઈવર મદદ લેવા માટે રોકે તો પણ તેના પર ટોળા દ્વારા હુમલો થવાનો ભય રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં ભીડ હિંસક બની જાય છે. જો તે હુમલાથી બચવા ભાગી જશે તો તેને કાયદા મુજબ 10 વર્ષની જેલ થશે. જેના કારણે રોડ પર અકસ્માત થવાથી તેનું આખું જીવન પ્રભાવિત થઈ શકે છે. તેના વિરોધમાં બંગાળ, બિહાર, યુપી, હરિયાણા, દિલ્હી અને એમપી સહિત ઘણા રાજ્યોમાં ટ્રક ડ્રાઇવરો અને અન્ય લોકો રસ્તા રોકી રહ્યા છે. 

આવા સંજોગોમાં ડ્રાઈવરને મળશે રાહત 
નવા કાયદા મુજબ જો વાહન સાથે અથડાનાર વ્યક્તિ ખોટી રીતે વાહનની સામે આવે છે અથવા ગેરકાયદેસર રીતે રસ્તો ક્રોસ કરે છે, તો આવા કિસ્સાઓમાં ડ્રાઇવરને રાહત મળશે. આવા કિસ્સાઓમાં, મહત્તમ 5 વર્ષની સજા અને દંડ થશે. જો ખોટી રીતે વાહન ચલાવવાને કારણે કોઈ સમસ્યા થાય તો ડ્રાઈવરને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ જોગવાઈ અંગે વાહનચાલકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ધુમ્મસના કારણે અકસ્માતો પણ થાય છે તેવું અનેક વાહન ચાલકોએ જણાવ્યું હતું. જો આવા મામલામાં 10 વર્ષની સજા પણ થાય તો આટલી મોટી સજા કોઈ ભૂલ વગર ભોગવવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ