બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Highway gridlock, transport system halted...: After the strike of truck-bus drivers, common people rushed to the petrol pumps, long queues

રોષ / હાઇવે ચક્કાજામ, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ...: ટ્રક-બસ ચાલકોની હડતાળ બાદ પેટ્રોલ પંપ પર દોડ્યા સામાન્ય લોકો, લાંબી લાંબી કતાર

Vishal Khamar

Last Updated: 08:09 AM, 2 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનને લઈને લાવવામાં આવેલા નવા કાયદા સામે બસ-ટ્રક ચાલકો હડતાળ પર છે. જેના કારણે વાહનવ્યવહાર વ્યવસ્થા સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. ઈંધણ ન મળવાને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઈ છે.

  • કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલો કાયદો પરત લેવા ટ્રક ડ્રાઈવરોની માંગ
  • ટ્રક ચાલકોની હડતાળને લઈ વાહનવ્યવહાર વ્યવસ્થા સંપૂર્ણ ઠપ થઈ ગયો
  • મુંબઈ, ઈન્દોર, દિલ્હી-હરિયાણા, યુપી સહિત અનેક જગ્યાએ રસ્તા ચક્કાજામ કરી દીધા

 કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ. આ માંગ સાથે ટ્રક ચાલકોએ પોતાની ટ્રકો રસ્તાઓ પર પાર્ક કરી હતી અને મુંબઈ, ઈન્દોર, દિલ્હી-હરિયાણા, યુપી સહિત અનેક જગ્યાએ રસ્તા ચક્કાજામ કરી દીધા હતા. 

શું છે હિટ એન્ડ રનનો કાયદો?
કેન્દ્ર સરકારે ગુનાને લઈને નવો કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈની પર વાહન ચડાવીને અકસ્માત સર્જે તો તેને 10 વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. અગાઉ આ કેસમાં આરોપી ડ્રાઈવરને થોડા દિવસોમાં જ જામીન મળી જતા હતા અને તે પોલીસ સ્ટેશનમાંથી જ બહાર આવી જતો હતો. જો કે આ કાયદા હેઠળ બે વર્ષની જેલની જોગવાઈ પણ હતી.  

નવા કાયદા સામે ટ્રક ચાલકોમાં રોષ 
સરકારના આ નિર્ણય બાદ ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કહે છે કે આ સંપૂર્ણપણે ખોટું છે. સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. આ અંગે ગ્રેટર નોઈડાના ઈકોટેક 3 વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરોએ પોતાના વાહનો પાર્ક કરીને રોડ બ્લોક કરી દીધો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસની સમજાવટ બાદ તેઓએ પોતાના વાહનો હટાવ્યા હતા. 

ઈન્દોરમાં પણ ચક્કા જામ 
મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર પેટ્રોલ પંપ પર પણ પડી હતી. અહીના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવરોની આ હડતાલ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. જેના કારણે પેટ્રોલ પંપ સુધી ઈંધણ પહોંચી શકશે નહીં. આ સમાચાર ફેલાતાની સાથે જ લોકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ. 

મુંબઈમાં ટ્રક ડ્રાઈવરો હડતાળ પર છે 
મધ્યપ્રદેશ, દિલ્હી તેમજ મહારાષ્ટ્રમાં હડતાલની અસર જોવા મળી હતી. જ્યાં સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કાયદાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની હડતાળને કારણે માર્ગો પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.  

વધુ વાંચોઃ હાઈવે બ્લોક, ટ્રકોની લાંબી કતાર..., ગુજરાતના આ રસ્તાઓ પરથી પસાર થતા પહેલાં આ વાંચી લેજો નહીંતર, જાણો શું છે સમગ્ર મામલો

દેવાસમાં દેખાતા વાહનચાલકોનો રોષ 
મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં બસ અને ટ્રક ચાલકોનો ગુસ્સો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેઓએ શહેરમાં 2-3 જગ્યાએ રોડ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રસૂલપુર બાયપાસ પર બે કલાક સુધી નાકાબંધી કરી દેવામાં આવી હતી જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અહીં પોલીસ અને પ્રશાસનના ખુલાસા છતાં વાહનચાલકો રાજી ન થયા અને દેખાવો ચાલુ રાખ્યા.  

પન્નામાં ટ્રકોના પૈડા થંભી ગયા 
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં બસ અને ટ્રક ચાલકોએ નેશનલ હાઈવે-39ને ચક્કાજામ કરી દીધો હતો. બસ ચાલકોની હડતાળના કારણે મુસાફરો પણ પરેશાન થયા હતા. જેને લઈને માર્ગો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. આ દરમિયાન તેઓએ 'કાળો કાયદો પાછો લો'ના નારા પણ લગાવ્યા હતા.

રાજસ્થાનના હનુમાનગઢમાં પણ પ્રદર્શન 
રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં પણ ટ્રક અને બસના ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ હાઈવે બ્લોક કરીને આ કાયદાનો વિરોધ કર્યો હતો. આ પછી ડ્રાઈવર જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યો. જ્યાં તેણે સરકાર અને પ્રશાસનને કડક ચેતવણી પણ આપી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ