બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Read this before going through these roads of Gujarat otherwise, know what is the whole matter

વિરોધ પ્રદર્શન / હાઈવે બ્લોક, ટ્રકોની લાંબી કતાર..., ગુજરાતના આ રસ્તાઓ પરથી પસાર થતા પહેલાં આ વાંચી લેજો નહીંતર, જાણો શું છે સમગ્ર મામલો

Vishal Khamar

Last Updated: 03:10 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા લાગુ કરેલ કાયદાને લઈ ટ્રક ડ્રાઈવરો દ્વારા કાયદો પરત લેવાની માંગ સાથે હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો માંગણી નહી સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી ઉચ્ચારી હતી.

  • સરકાર દ્વારા લાગુ કરેલો કાયદો પરત લેવા ટ્રક ડ્રાઈવરોની માંગ
  • ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા ઉપર મૂકીને હાઈવે બ્લોક કર્યો
  • માંગણી નહી સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી

 મહીસાગર જીલ્લામાં બાલાસિનોર-અમદાવાદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા પર મુકીને રસ્તો બ્લોક કર્યો હતો. ટ્રક ડ્રાઈવરોએ ટાયર સળગાવી, રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારે લાગુ કરેલો કાયદો પરત લેવા ટ્રક ડ્રાઈવરોની માંગ છે. માંગણી નહી સંતોષ।ય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી ઉચ્ચારી હતી. 

ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરો ઉતર્યા હડતાળ પર 
સુરતનાં હજીરા વિસ્તારનાં નેશનલ હાઈવે ઉપર ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારે વાહન ચાલકોને અકસ્માતનાં કિસ્સાનાં કાયદામાં ફેરફારને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. નવા નિયમોને લઈને વાહન ચાલકોમાં રોષ ભભુક્યો છે. જેને લઈ ટ્રક અને ટ્રેલરનાં ડ્રાઈવરો હડતાળ પર ઉતરી 5 કિલોમીટર સુધીનો ચક્કાજામ કર્યો હતો. ઈચ્છાપોર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસનો સ્ટાફ ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. 

ખેડાના કનેરાથી લઇને અસલાલી, નારોલ સુધી રસ્તો બ્લોક 
વડોદરાથી આણંદ, નડિયા અને ખેડા જતા રૂટ પર ટ્રકોની લાઈન લાગી હતી. કિલોમીટરો સુધી ટ્રકોની લાંબી લાઈન લાગી હતી. ખેડાનાં કનેરાથી લઈને અસલાલી, નારોલ, સુધી રસ્તો ટ્રક ચાલકોએ બ્લોક કર્યો હતો. સરકાર દ્વારા લાગુ કરાયેલ નવા કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. 

સરકારનો કાયદો ડ્રાઈવર વિરૂદ્ધ હોવાનો આક્ષેપ લગાવ્યો
અકસ્માતના કેસમાં ભારે વાહન ચાલકોને દંડની જોઈગાઈ કરતા રાજ્ય સરકારના કાયદા સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે..ત્યારે નવસારીમાં પણ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતર્યા અને ભારે વિરોધ નોંધાવ્યો. 2 હજારથી વધુ ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ નોઁધાવ્યો. સરકારનો કાયદો ડ્રાઈવર વિરૂદ્ધ હોવાનો આક્ષેપ લગાવ્યો. સાથે જ સરકાર આ કાયદો પરત નહીં લે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 

વધુ વાંચોઃ ગુજરાતનાં બજેટમાં શિવરાજપુર બીચને લઈને મોટું એલાન કરી શકે છે સરકાર! દ્વારકા જતાં લોકોને પડી જશે જલસો

પોલીસના બેરીકેટ ડ્રાઈવરોએ વાપરીને રસ્તા કર્યા બંધ
મહેસાણાનાં ખેરાલુની વૃંદાવન ચોકડી પર ખાનગી વાહનોનાં ડ્રાઈવરો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા હતા. અંબાજી, વિસનગર અને સિદ્ધપુર ચોકડી પર ટ્રક ચાલકોએ ટ્રકો રોડ પર ઉભી કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ