બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / High alert has been declared in Uttar Pradesh after the murder of mafia brothers

અતીક-અશરફ હત્યા કેસ / UP હાઇ એલર્ટ પર: પ્રયાગરાજમાં ઇન્ટરનેટ બંધ, મંત્રીઓના ઘરની સુરક્ષામાં વધારો, તમામ પોલીસકર્મીઓની રજા રદ

Malay

Last Updated: 11:07 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માફિયા બ્રધર્સની હત્યા બાદ ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના તમામ પોલીસ કર્મીઓની રજા રદ્દ કરાઈ છે. તો યોગી સરકારના તમામ મંત્રીઓના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

 

  • અતિક-અશરફની હત્યા બાદ સરકાર એક્શનમાં
  • પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ
  • UPના તમામ પોલીસકર્મીની રજા રદ કરાઈ

અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યા બાદ ઉત્તર પ્રદેશ સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમનું સંપૂર્ણ ધ્યાન રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત રાખવા પર છે. તેમણે ઉત્તર પ્રદેશના DGP સહિત તમામ ઉચ્ચ અધિકારીઓને પ્રયાગરાજ જવાની સૂચના આપી છે અને દર 2 કલાકે અપડેટ આપવા જણાવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સસ્પેન્ડ 17 પોલીસકર્મીની અટકાયત
અતીક-અશરફની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી કલમ 144 લાગુ કરાઈ છે. સાથે જ પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. UPના તમામ પોલીસકર્મીની રજા રદ કરાઈ છે. સસ્પેન્ડ કરાયેલા 17 પોલીસકર્મીની અટકાયત કરવામાં આવી છે. આજે પાંચ ડોક્ટરોની પેનલ દ્વારા અતીક અને અશરફનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. બન્નેનું પોસ્ટમોર્ટમ વીડિયોગ્રાફી સાથે કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ બાદ બન્નેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. કસારી મસારી વિસ્તારના કબ્રસ્તાનમાં બન્નેના મૃતદેહને દફનાવવામાં આવશે.

CM યોગી આદિત્યનાથના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક ચાલુ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને મુખ્ય સચિવ હાજર છે. આ બેઠકમાં મુખ્યમંત્રી કાર્યાલયના અનેક અધિકારીઓ પણ હાજર છે. સીએમ યોગી દરેક ક્ષણે અપડેટ લઈ રહ્યા છે. મોડી રાત સુધી જાગીને તેમણે ઘટનાનો રિપોર્ટ લીધો, ત્યારપછી સવારથી તેઓ અધિકારીઓ પાસેથી અપડેટ લઈ રહ્યા છે. આ દરમિયાન સરકારના તમામ મંત્રીઓના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉમેશપાલના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. 

દેવરિયા પોલીસ પણ એલર્ટ મોડ પર
પ્રયાગરાજમાં માફિયા બ્રધર્સ અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ દેવરિયા પોલીસ પણ એલર્ટ મોડ પર છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં પોલીસે એસપી અને સીઓના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ કરી હતી. મોડી રાત સુધી તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજ્યભરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જ્યારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોલીસ સતર્ક છે. તમને જણાવી દઈએ કે માફિયા ડોન અતીક અહેમદ ઘણા મહિનાઓથી દેવરિયા જેલમાં બંધ હતો અને તેણે લખનઉના એક વેપારીનું અપહરણ કરીને આ જેલમાં તેની સાથે મારપીટ કરી હતી. આ ઘટના બાદ તેને અમદાવાદની સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અતીક અહેમદ અને અશરફની હત્યાના કેસમાં સ્પેશિયલ ડીજી આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ