બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Help India, if its condition deteriorates, the world will get in trouble, see who said

મોટું નિવેદન / ભારતની મદદ કરો, તેની હાલત બગડશે તો દુનિયા મુશ્કેલીમાં આવી જશે, જુઓ કોણે કહ્યું

ParthB

Last Updated: 07:40 PM, 7 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના પર US ડિપ્લોમેટ નિશા દેસાઇએ કહ્યું - "ભારતની મદદ કરો, જો એ મુશ્કેલીમાં હશે તો આખી દુનિયા મુશ્કેલીમાં આવી જશે"

  • ગ્લોબલ ટાસ્ક ફોર્સમાં દુનિયાની 40 કંપનીઓના CEO સામેલ
  • ભારતે હંમેશા માનવતા દર્શાવી દરેક દેશની મદદ કરી
  • US કંપનીઓએ સંભાળ્યો છે મોરચો 

ગ્લોબલ ટાસ્ક ફોર્સમાં દુનિયાની 40 કંપનીઓના CEO સામેલ
નિશા દેસાઇ બિસ્વાલે કહ્યું કે કોરોના મહામારીથી બચવા માટે એક ગ્લોબલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. જેમાં દુનિયાની 40 કંપનીઓના CEO સામેલ છે. આ ફોર્સે અત્યાર સુધીમાં 1 હજાર વેન્ટિલેટર્સ અને 25 હજાર ઓક્સિજન કન્સનટ્રેટર્સ ભારત મોકલ્યા છે. આ ફોર્સ ભારત અને અમેરિકા સરકાર સાથે સીધા સંપર્કમાં છે. 

ભારતે હંમેશા માનવતા દર્શાવી દરેક દેશની મદદ કરી
સંકટના આ સમયમાં આખું વિશ્વ ભારતની મદદ માટે આગળ આવ્યું છે. આ દરમ્યાન ટોપ અમેરિકાની ડિપ્લોમેટ અને યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલની પ્રેસિડેન્ટ નિશા દેસાઇ બિસ્વાલે ભારતને લઈ મોટું નિવેદન આપ્યું હતું. નિશાએ કહ્યું કે કોરોના મહામારી સામે લડવા માટે સમગ્ર વિશ્વએ ભારતને બનતી મદદ કરવી જોઈએ. કારણકે જો ભારતની સ્થિતિ બગડી તો આ દુનિયાની મુશ્કેલીઓ વધી જશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતે હંમેશા માનવતા દર્શાવી દરેક દેશની મદદ કરી છે.  હવે આપણો સમય આવી ગયો છે ભારતની મદદ કરવાનો. 

US કંપનીઓએ સંભાળ્યો છે મોરચો 
મૂળ ભારતની નિશા દેસાઇ 2017 સુધી સાઉથ એશિયાની સ્પેશ્યલ સેક્રેટરી રહી ચૂક્યા છે. આ ઉપરાંત પણ તેમણે ઘણા બધા પાડો પર સેવા આપી છે. ન્યૂઝ એજન્સી PTI ને આપેલા ઇંટરવ્યૂમાં નિશાએ કહ્યું કે ભારતમાં જે મુજબની આફત આવી પડી છે, તેની અસર આખી દુનિયાને થઈ રહી છે. અમેરિકાની કંપનીઓએ પહેલા એ અનુભવ્યું કે પરિસ્થિતિ ઘણી ગંભીર થઈ રહી છે. ભારતમાં આ કંપનીઓના કર્મચારીઓએ ટોપ મેનેજમેન્ટ સુધી આ વાત પહોંચાડી. ત્યાર બાદ અમે ભારતને મદદ કરવાનો નિર્ણય લીધો.

દેસાઇએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ અમેરિકન વિદેશમંત્રી સાથે બેઠક કરી ભારતને મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

 
 

સંકળાયેલા મુદ્દાઓ

America Corona Virus coronahelp coronavirus India nisha desai biswal કોરોના Corona virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ