બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy to very heavy rain forecast in 12 districts in Gujarat today

IMD અપડેટ / ગુજરાતમાં આજે 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, કચ્છથી લઈને અમદાવાદ-સુરત સુધી, જુઓ તમારા જિલ્લામાં કેવી રહેશે અસર

Priyakant

Last Updated: 11:32 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IMD Rain In Gujarat News: અમદાવાદ IMD દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

  • બિપોરજોય વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ હવે રાજ્યમાં પડશે વરસાદ 
  • આજે 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • અમદાવાદ IMD દ્વારા કચ્છથી લઈને અમદાવાદ-સુરત સુધી વરસાદની આગાહી 

કચ્છના જખૌ પોર્ટ નજીક ગઈકાલે રાત્રે લેન્ડફોલ થયા બાદ વાવાઝોડું હાલ જખૌથી 70 કિમી દૂર ચાલ્યું ગયું છે. આ તરફ હવે અમદાવાદ IMD દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. મહત્વનું છે કે, ગઇકાલ સાંજથી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. 

અમદાવાદ IMD દ્વારા ટ્વિટ કરીને રાજ્યના 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. IMD અમદાવાદ મુજબ આજે એટલે કે, 16 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.

વાઝોડા અંગે હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેકટર ડૉ.મનોરમા મોહંતીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વાવાઝોડું જખૌ પોર્ટથી 10 કિમી દૂર ઉત્તર દિશામાંથી થયું પસાર હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડફોલ 10.30થી 11.30 સુધી થયું હતું. હવે આ વાવાઝોડું ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને નબળું પડી જશે. વાવાઝોડાને કારણે હજુ 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા છે.

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

આજે વરસાદની આગાહી
તેમણે જણાવ્યું છે કે, આજે ઉ.ગુજરાત અને દ.ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. વાવાઝોડું નબળું પડીને સાયક્લોનિક સ્ટોર્મ થયાં બાદમાં ડિપ્રેશન બની પૂર્ણ થશે. વાવાઝોડું આવતીકાલે સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શક્યતા છે. આ સાથે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હજુ પણ માછીમારોને દરિયામાં ન જવાની સૂચના યથાવત છે. 

છેલ્લા 24 કલાકમાં 171 તાલુકામાં વરસાદ
વાવાઝોડાને પગલે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના ગાંધીધામ તાલુકામાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ભુજમાં 5, અંજાર અને મુન્દ્રામાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો દ્વારકાના ખંભાળિયામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 29 તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ