બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું શરદીની ઋતુમાં ગરમ પાણીથી ન્હાવું જોઇએ? જાણો હેલ્થ માટે ફાયદાકારક કે નુકસાનકારક
Last Updated: 01:49 PM, 9 November 2024
શિયાળામાં ગરમ પાણીથી ન્હાવું હોય તો, પાણીનું યોગ્ય તાપમાન 90° F અને 105° F (32° C – 40° C) ની વચ્ચે હોવું જોઈએ. આમ જોવા જઈએ તો, આપણાં શરીરના તાપમાનથી થોડું વધારે તાપમાન ગરમ પાણીનું હોવું જોઈએ. તમારા હાથ પર પાણી રાખીને તમે પાણીનું તાપમાન ચકાસી શકો છો. ઠંડીની આ ઋતુમાં તમારે તમારી ત્વચા સોફ્ટ રાખવી, રૂમાલથી શરીરને ન રગડવું અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
ADVERTISEMENT
ન્હાતી વખતે ધ્યાન રાખવું કે, પાણી અતિશય ગરમ ન હોય. અતિશય ગરમ પાણી શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ન્હાતી વખતે તમારું શરીર રૂમાલ વડે ન રગડશો, આનાથી તમારી ત્વચાને નુકસાન પહોંચી શકે છે અને તમારી ત્વચા જલ્દી જ સુકાઈ જશે. નાહવાના સમય વખતે સાવચેતી રાખો અને શરીર કોમળ બને તેનું ધ્યાન રાખો.
ADVERTISEMENT
ગરમ પાણીથી નહાવના અનેક લાભ છે. ગરમ પાણીનું સ્નાન કરવાથી તમારું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે અને તમારો તણાવ પણ સંભવિત રીતે ઘટી જાય છે. જો તમે તમારા જીવનમાં ફિઝિકલ એક્ટિવ છો, તો ગરમ પાણીનું સ્નાન લેવાથી તમારી માંશપેશીઓને ઘણો આરામ મળે છે.
કેટલાક લોકોનું એ પણ માનવું છે કે, ગરમ પાણીનું સ્નાન કરવાથી શરીરમાં સમસ્યાઓ પેદા થઈ શકે છે પરંતુ આવી સમસ્યા ત્યારે જ પેદા થાય છે જ્યારે પાણી અતિશય ગરમ હોય. જો ન્હાતી વખતે તમને વધુ પરસેવો આવી રહ્યો છે, તો સમજવું કે પાણી અતિશય ગરમ છે અને શરીરને નુકસાન થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે તમે ગરમ પાણીની અંદર થોડું ઠંડુ પાણી ઉપયોગમાં લઈ શકો છો. આવું કરવાથી તમને રાહત મળશે અને ગરમ પાણીથી તમારા શરીરને કોઈ ખાસ નુકસાન પણ થશે નહીં.
આ પણ વાંચો: શિયાળામાં શરદી-ઉધરસથી બચવા પીઓ આ સ્પેશિયલ ચા, મળશે અનેક સમસ્યાથી રાહત
આ બાબતોનું ધ્યાન રાખો
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.