બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમતા જમતા પરસેવો વળે છે! આ બીમારીઓના શરૂઆતના સંકેત, જાણો કારણ અને ઉપાય

આરોગ્ય / જમતા જમતા પરસેવો વળે છે! આ બીમારીઓના શરૂઆતના સંકેત, જાણો કારણ અને ઉપાય

Last Updated: 09:58 PM, 10 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમતા સમયે પરસેવો વળવો સામાન્ય સમસ્યા નથી. આ એક ગંભીર બીમારીનું સંકેત છે, જેને કોઈ એ પણ નજરઅંદાજ ન કરવું જોઈએ. તો ચાલો આના વિષે વિગતે માહિતી મેળવીએ.

અમુક લોકોને જમીને પરસેવો વળતો હોય છે, તો અમુક લોકોને જમતી વખતે પરસેવો વળે છે. જોકે ઉનાળામાં જમતા સમયે પરસેવો સામાન્ય છે પરંતુ હંમેશા આવું થવું સ્વાસ્થ્ય સાથે સંબંધિત બીમારીઓથી જોડાયેલું છે. પરસેવો અમૂક લોકો માટે શરમજનક હોય છે, એવામાં જો તમે જમતા સમયે આ સમસ્યા થાય છે તો આ યોગ્ય નથી કારણ કે જ્યારે આપણે બહાર કે કોઈ પાર્ટીમાં જમતા હોઈએ ત્યારે આ ઓકવર્ડ અને અનહાઇજેનિક થઈ શકે છે. તો ચાલો જાણીએ કે પરસેવો વળવાના કારણો અને બચવાના ઉપાય..  

food_26_0

જમતા સમયે પરસેવો કેમ વળે છે?

આ ઘણી ગંભીર બીમારીનું સંકેત હોઈ શકે છે જેમ કે

ડાયાબિટીસ

લોકોને ઘણી વાર જમતા સમયે પરસેવો આવી શકે છે, કારણ કે જમતા સમયે શરીર એક્ટિવેટ હોય છે, આ દરમિયાન હાઇપોગલાઇસીમિયા એટલે લો સુગરની સમસ્યા થાય છે. આના કારણે અમુક લોકોમાં પરસેવો, કમજોરી અને અચાનક થાકનો અનુભવ થવા લાગે છે.

હાઈપોથાઇરોડીઝમ

હાઈપોથાઇરોડીઝમની સ્થિતિમાં શરીરનું મેટાબોલીઝમ ધીમું પડી જાય છે. આના પરિણામે પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે અને જમતા સમયે પરસેવો વળી શકે છે.

PROMOTIONAL 12

હાર્ટ ડિસીઝ

હાર્ટ પ્રોબલેમ્સમાં હ્રદય સુધી ઓક્સિજન સપ્લાય અને બ્લડ ફ્લોમાં અડચણો પેદા થાય છે. આ પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે, જેના કારણે જમતા સમયે પરસેવો વળે છે. આ તેમણે હ્રદય સંબંધિત બીમારીનું સંકેત આપે છે.

એસિડ રિફ્લક્સ ડિસીઝ

અમુક લોકો હેવી કે મસાલેદાર ભોજન લીધા બાદ હાર્ટ બર્ન થાય છે, આ સમસ્યામા શરીરની અંદર એસીડીક રીએક્શન થાય છે. આ સ્થિતિમાં પણ જમતા સમયે પરસેવો વળી શકે છે.

અતિશય પરસેવો

આ એક એવી ડીસીઝ છે જેમાં શરીરમાં વધારે પરસેવો બને છે. આ કોઈ કારણ વિના પણ થઈ શકે છે અને જમતા સમયે પણ પરસેવો વળી શકે છે. આ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા છે. આ બીમારીથી છુટકારો મેળવવા માટે ઈલાજની જરૂર પડે છે.

કયા-ક્યાંથી આવે છે પરસેવો?

જમતા સમયે ગાળા પર, વાળ પર કે  વાળની ચામડી તેમજ ચહેરા અને હાથ પર પણ પરસેવો નીકળે છે.  

વધુ વાંચો : બેઠા બેઠા પગ હલાવતા હોય તો સાવધાન, જઈ શકે જીવ, આ કારણોસર પડે છે કુટેવ

શું છે ઉપાય?

સ્વાસ્થ્ય આહાર લેવો, જેમ કે તાજા ફળ અને પાણીદાર ફૂડ્સ.

તાજી પકવેલી શાકભાજીનું સેવન કરવું.

શરીરને હાઇડ્રેટેડ રાખવું.

વ્યાયામ કરવો

પ્રોસેસ્ડ ફૂડ્સનું સેવન શક્ય હોય તેટલું ટાળવું

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news sweating problem health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ