બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / health 5 minutes vigorous activity everyday reduce cancer risk by 32 percent new study reveals

ચોંકાવનારો સ્ટડી / આજથી જ તમારી લાઇફસ્ટાઇલમાં લાવો આ બદલાવ, નહીં રહે 'કેન્સર'નું નામોનિશાન

Manisha Jogi

Last Updated: 02:30 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્સર જીવલેણ બિમારીઓમાંથી એક છે. હાલના સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલને કારણે કેન્સરના જોખમમાં વધારો થયો છે. તમામ ઉંમરના લોકો કેન્સરની ચપેટમાં આવી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે.

  • કેન્સરના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે
  • કેન્સર જીવલેણ બિમારીઓમાંથી એક
  • પરસેવો વળે તો કેન્સરના જોખમમાં ઘટાડો થાય છે

ભારતમાં દર વર્ષે કેન્સરના કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. કેન્સર જીવલેણ બિમારીઓમાંથી એક છે. હાલના સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલને કારણે કેન્સરના જોખમમાં વધારો થયો છે. તમામ ઉંમરના લોકો કેન્સરની ચપેટમાં આવી રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. તાજેતરમાં થયેલ એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે, નિયમિતરૂપે 4-5 મિનિટ સુધી સખત મહેનત કરતું કામ કરવાથી અને પરસેવો વળી જાય તો કેન્સર થવાના જોખમમાં 32 ટકા સુધી ઘટાડો થાય છે. 

આ બાબતે રિસર્ચ કરવા માટે જે લોકો વધુ શારીરિક શ્રમ નથી કરતા 22,000 લોકો પર ધ્યાન રાખવા માટે વિશેષ ઉપકરણ લગાવવામાં આવ્યા. ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીના રિસર્ચર્સે કેન્સર પર નજર રાખવા માટે 7 વર્ષ સુધી આ વિષય પર સ્ટડી કર્યું. સ્ટડી પરથી જાણવા મળ્યું કે, જે લોકોની લાઈફસ્ટાઈલમાં 4-5 મિનિટ સુધી સખત શારીરિક શ્રમ કરવાનું શામેલ છે, તે લોકોને કેન્સર થવાનું જોખમ ઓછું છે. જ્યારે જે લોકો 4-5 મિનિટ સુધી સખત શારીરિક શ્રમ નથી કરતા તેમને કેન્સર થવાનું જોખમ વધુ છે.

આ એક્ટિવિટીથી કેન્સરનું જોખમ ઓછું થઈ જશે
કઈ એક્ટિવિટી કરવાથી કેન્સરનું જોખમ ઓછુ થઈ શકે છે. આ બાબતે સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે, પરસેવો નીકળી જાય તેવી 4-5 મિનિટ સુધી કસરત કરવાની એક્ટિવિટીમાં સખત પરિશ્રમયુક્ત ઘરનું કામ, કરિયાણાની દુકાનેથી ભારે સામાનની ખરીદી, ઝડપથી ચાલવુ, બાળકો સાથે રમવું શામેલ છે. રિસર્ચર્સ જણાવે છે કે, જે લોકો પરસેવો નીકળી જાય તેવી મહેનત કરતા નથી, તે લોકોને કેન્સર થવાનું જોખમ રહે છે. 

રિસર્ચર્સ શું કહે છે
આ સ્ટડીના લેખક પ્રોફેસર ઈમૈન્યુઅલ સ્ટામેટાકિસે જણાવ્યું છે કે, મધ્યમ વયના લોકો નિયમિતરૂપે કસરત કરતા નથી, જેના કારણે તેમને કેન્સર થવાનું જોખમ રહે છે. નિયમિતરૂપે એક્ટિવિટી ટ્રેક કરતા ઉપરકરણો આવ્યા પછી રોજબરોજની મહેનત સંબંધિત એક્ટિવિટી અને તેની અસર જોઈએ શકીએ છે. નિયમિતરૂપે 4-5 મિનિટ સુધી પરસેવો વળે તેવી કસરત કે પરિશ્રમ કરવાથી કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ