બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Haridwar Kumbh Mela sees over 1,700 COVID-19 cases in 5 days

મહામારી / કોરોના વિસ્ફોટ : વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા કુંભમેળામાં 5 દિવસમાં ચોંકાવનારા કેસ

Hiralal

Last Updated: 09:19 PM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિદ્વારમાં ચાલી રહેલા કૂંભમેળામાં છેલ્લા પાંચ દિવસમાં 1701 લોકોને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે.

  • હરિદ્વાર ચીફ મેડિકલ ઓફિસર શંભુ કુમાર ઝાએ આપી જાણકારી 
  • 5 દિવસમાં 1701 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો
  • સંક્રમિતોની સંખ્યા 2000 ને પાર જવાની ધારણા


વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા કુંભમાં 5 દિવસમાં 1701 લોકો કોરોના પોઝિટીવ નીકળતા સરકાર અને વહિવટીતંત્રની ચિંતા વધી છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો હજુ પણ બીજા ઘણા લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે. 

કુંભમેળામાં સંક્રમિતોની સંખ્યા 2,000 જેટલી થઈ શકે છે

હરિદ્વાર ચીફ મેડિકલ ઓફિસર શંભુ કુમાર ઝાએ જણાવ્યું કે અમને શંકા છે કે કુંભમેળામાં સંક્રમિતોની સંખ્યા 2,000 જેટલી થઈ શકે છે. તેમણે કહ્યું કે હરિદ્વારથી દેવપ્રયાગ સુધીના આખા કુંભમેળામાં પાંચ દિવસમાં થયેલા આરટી-પીસીઆર અને રેપિડ એન્ટીજન ટેસ્ટ દરમિયાન આ લોકોની સંખ્યા જાણવા મળી હતી. તેમણે કહ્યું કે હજું આરટી-પીસીઆરના બીજા રિપોર્ટ આવવાના બાકી છે અને તેથી સંક્રમિતોની સંખ્યા 2000 ને પાર જઈ શકે છે. 

2010ના કુંભમેળા જેટલી જ જગ્યામાં યોજાશે કુંભમેળો 

2010ના કુંભમેળામાં હતું તેટલા જ ક્ષેત્રફળમાં આ વખતે પણ કુંભમેળો યોજવામાં આવશે. આ ઉપરાંત મંશા દેવી ટેકરી બાય-પાસ માર્ગનો ઉપયોગ કરવા અને આંતરિક રસ્તાઓના નિર્માણ કરીને ઝડપી બનાવવા માટે નિર્દેશો આપવામાં આવ્યા હતા.

આ વર્ષે પણ યોજાશે અખાડાઓની છડીયાત્રા 

મુખ્યમંત્રી રાવતે કહ્યું કે આ વર્ષે પણ તમામ અખાડાઓના સહયોગથી 'છડી યાત્રા' યોજવામાં આવશે. ઉત્તરાખંડ સરકારનું ધર્મ અને સંસ્કૃતિ મંત્રાલય તેનું નોડલ વિભાગ હશે. તેમણે કહ્યું કે કુંભમેળાને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે સતત મીટિંગો યોજવામાં આવી છે.

ભવિષ્યની પરિસ્થિતિઓની આગાહી કરવી મુશ્કેલ: મુખ્યમંત્રી 

સાથે જ CM રાવતે જણાવ્યું હતું કે આ સમયે કોવિડ -19 દ્વારા થતી સમસ્યાઓનું કોઈ સમાધાન નથી. આખું વિશ્વ આ સંકટનો સામનો કરી રહ્યું છે. આનાથી તમામ સ્તરે કામની ગતિમાં અવરોધ ઊભો થયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે દેશના સમય અને પરિસ્થિતિ પ્રમાણે આ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. પરિસ્થિતિઓ આગળ કેવી હશે તેની આગાહી કરવી મુશ્કેલ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ