બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / વડોદરા / Harani Lake Tragedy Who are these 3 people The saviors of the children who became victims of the Vadodara boat tragedy

હરણી તળાવ દુર્ઘટના / કોણ છે આ 3 શખ્સ? જેઓ વડોદરા બોટ ટ્રેજેડીમાં બન્યા હતા બાળકોના તારણહાર

Megha

Last Updated: 01:05 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તળાવમાં માસૂમો જીવ બચાવવા માટે તરફડિયાં મારી રહ્યા હતા એવામાં ત્રણ લોકો એવા સામે આવ્યા છે જે આ દુર્ઘટનાના તારણહાર બન્યા.પળભરનો પણ વિચાર કર્યા વિના બાળકોને બચાવવા લગાવી દીધી છલાંગ..

  • હરણી તળાવની દુર્ઘટનામાં જીવ બચાવનાર રિયલ લાઈફ હીરો પણ સામે આવ્યા. 
  • આ તારણહારો પોતાના જીવ વિશે વિચાર્યા વિના તળાવમાં કૂદી પડ્યા હતા. 
  • 6 ફૂટ ઊંચી રેલીંગ કુદીને તળાવમાં ડૂબી રહેલા પાંચ માસૂમનો જીવ બચાવ્યો. 

દરેક ઘટનામાં વિલન અને હીરો એમ બે ભૂમિકા હોય છે અને વડોદરામાં હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટનામાં એજન્સી વિલન બની તો માસૂમના જીવ બચાવનાર ઘણા હીરો પણ સામે આવ્યા છે. વડોદરામાં બનેલી આ હ્ર્દયદ્રાવક ઘટનામાં 15 માસૂમ સહિત 17 લોકોનાના મોત થયા છે. 

વડોદરાના હરણી તળાવમાં ઊંધી પડેલ બોટમાં સવાર લોકો જીવ બચાવવા માટે તરફડિયાં મારી રહ્યા હતા એવામાં ત્રણ લોકો એવા સામે આવ્યા છે જે કરુણ દુર્ઘટનાના તારણહાર બન્યા હતા. આ લોકો પોતાના જીવ વિશે વિચાર્યા વિના તળાવમાં કૂદી પડ્યા હતા અને અનેક માસૂમના જીવ બચાવ્યા હતા. 

હરણી તળાવના સામે છેડે રહેતા ભુપેન્દ્ર ચૌહાણ ઉર્ફે લાલાભાઈના છોકરો બહાર રમતો હતો અને તેની ચિંતામાં તેઓ બહાર આવ્યા. એ સમયે એમને જોયું લોકો ટોળાંવાળીને ઉભા છે, શું થયું એ જોવા માટે તેઓ આગળ આવ્યા તો તેમને દેખાયું કે તળાવમાં એક બોટ ઊંધી વળી ગઈ છે. એ સમયે એક પળનો વિચાર કર્યા વિના તેઓ એ તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. 

લાકડા સોમિલમાં કામ કરતાં આ શ્રમિકને દુર્ઘટનાની જાણ થતાં 6 ફૂટ ઊંચી રેલીંગ કુદીને તળાવમાં ડૂબી રહેલા પાંચ માસૂમનો જીવ બચાવ્યો હતો. તળાવમાં છલાંગ લગાવ્યા બાદ સૌથી પહેલા એમને પહેલા ઊંધી બોટને સીધી કરવા પ્રયત્ન કર્યો અને બોટ સીધી કરવા જતાં એક માસુમ બાળકને બહાર કાઢ્યું અને એમ એક બાદ એક પાંચ બાળકોના જીવ બચાવ્યા હતા. આ સાથે જ એમને એક શિક્ષિકાને પણ બચાવીને બહાર કાઢ્યા હતા. 

આ ઘટના બાદ ફાયર બ્રિગેડ પહોંચતા સુધી એકલા હાથે લાલાભાઈએ માસૂમોની જિંદગી બચાવવા પ્રયત્ન કર્યા અને રિયલ લાઈફ હીરો તરીકે ઊભરી આવ્યા હતા. લાલાભાઈની બચાવ કામગીરીને સ્થાનિકોએ પણ બિરદાવી હતી. આજે એમના કારણે પાંચ માસૂમનો શ્વાસ ચાલી રહ્યો છે. 

આ દુર્ઘટના દરમિયાન બીજા તારણહાર રહ્યા માનસિંહ રાઠવા. આ ઘટના વિશે સાંભળતાની પળવાર પણ મોડું ન કર્યું અને એમને પોતાના જીવ વિશે વિચાર્યા વિના જ બાઇકને રસ્તામાં છોડી રેલિંગ કુદીને તળાવમાં કૂદી પડ્યા હતા. ડૂબતા બાળકોને બચાવવાના સમગ્ર સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન માનસિંહ ત્યાં હાજર રહ્યા હતા અને એમને ત્રણ થી ચાર માસૂમ બાળકોનો જીવ બચાવ્યો હતો. 

તળાવમાંથી બહાર કાઢેલા બાળકોને હોસ્પિટલ લઈ જવા માટે માનસિંહે એમ્બ્યુલન્સની રાહ ન જોઈ અને રસ્તા ઉપર આવતા ખાનગી વાહનોને ઉભા રાખીને મદદ માંગીને માસૂમોને હોસ્પિટલ પંહોચાડ્યા હતા. આ ઘાટણ વિશે વાત કરતાં માનસિંહે જણાવ્યું કે એ સમયે ડૂબતા બાળકો આક્રંદથી મારુ હૃદય કાંપી ઉઠ્યું હતું, મારી ક્ષમતા મુજબ હું ત્રણ-ચાર માસૂમનો જીવ બચાવી શક્યો પણ ઘણા બાળકોએ જીવ ગુમાવ્યો છે. જો મેં તમામ બાળકોના જીવ બચ્યા હોત તો મારા મનને શાંતિ મળી હોત.' 

આ સિવાય વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં ફાયર અધિકારી અમિત ચૌધરી પણ તારણહાર બન્યા હતા. જ્યારે ફાયર વિભાગને આ ઘટના વિશે જાણકારી મળી એ સમયે ઘટનાની ગંભીરતા પારખીને અમિત ચૌધરી એમની ટીમ સાથે જાતે જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે પંહોચતાની સાથે જ બાળકોને બચાવવા ફાયર અધિકારી પાણીમાં કૂદીને બોટ સુધી પહોંચ્યા અને બોટ ઇધઈ કરવાની કોશિશ કરી પણ બોટ સીધી થઈ નહીં જેથી તેને કિનારા સુધી લઈ આવ્યા હતા. જ્યારે તળાવમાં બાળકોના છૂટી રહેલા શ્વાસ જોઇ અમિત ચૌધરી દ્રવી ઉઠ્યા હતા. 

વધુ વાંચો: 'આજે બાળકો મા વિનાના થઇ ગયા', વડોદરા બોટ ટ્રેજેડીને લઇ મૃતક શિક્ષિકાના સ્વજને VTV સમક્ષ કાઢી હૈયાવરાળ

ફાયર ઓફિસર અમિત ચૌધરીએ દુર્ઘટનાનો હચમચાવી દેતો અનુભવ જણાવતા કહ્યું કે, 'મારા પણ બાળકો નાના છે અને જ્યારે આ દુર્ઘટનામાં કીચડમાં ફસાયેલા ત્રણ બાળકોના મૃતદેહ જોઈ કંપારી છૂટી ગઈ હતી, હું આ ઘટના જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. જે બાળકોએ લાઇફ જેકેટ પહેર્યા હતા તેઓ બચી ગયા પણ અમે જેટલા માસૂમના મૃતદેહો બહાર કાઢ્યા તેમાંથી એક પણ બાળક પાસેથી લાઇફ જેકેટ મળ્યા ન હતા. ' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ