બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મંગળવારનો દિવસ પવન પુત્ર હનુમાનજીની વંદના માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આજના દિવસે લોકો હનુમાનજીના મંદિર જઈને તેમના દર્શન કરે છે. તેની સાથે જ આજના દિવસે તેમની પૂજામાં અમુક ખાસ ઉપાયો અને મંત્રોનો જાપ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કળયુગમાં હનુમાનજીને લઈને લોકોમાં મોટી આસ્થા છે કે હનુમાનજી આજે પણ કળયુગમાં પૃથ્વી પર વાસ કરે છે.
.jpg)
ADVERTISEMENT
જે લોકોના જીવનમાં કષ્ટ અને મુશ્કેલીઓ પીછો નથી છોડી રહી તેમને આજના દિવસે હનુમાનજીની ખાસ મંત્રોથી પૂજા અને આરાધના કરવી જોઈએ. અમુક મંત્ર હનુમાનજી માટે એવા છે જેનો જાપ કરવાથી જલ્દી જ ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ હનુમાનજી સાથે જોડાયેલા અમુક લાભકારી મંત્રો વિશે જે અપાર સફળતા અપાવશે.
હનુમાનજીના મંત્ર
મનની એકાગ્રતા માટે મંત્ર
જો તમારામાં એકાગ્રતા નથી અને કોઈ કાર્યને મન લગાવીને પુરૂ નથી કરી શકતા તો હનુમાનજીના આ એક મંત્રને વાંચી શકો છો. આ મંત્ર રામરક્ષાસ્ત્રોતમાં વર્ણિત છે.
ADVERTISEMENT
मनोजवं मारुततुल्यवेगमं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये।।

ADVERTISEMENT
આત્મબળ અને સકારાત્મકતા માટે
ऊँ हं हनुमते रुद्रात्मकाय हुं फट
ADVERTISEMENT
આ મંત્રનો જાપ 5,7,9 કે 11 માળા 108 દાણા વાળી તુલસીજીની કે રૂદ્રાક્ષની માળાથી જાપ કરી શકાય છે. આ મંત્ર મંગળવારના દિવસે જાપ કરવાથી જલ્દી લાભ આપે છે. માન્યતા છે કે જો તમે આ મંત્રનો જાપ કરવાનું શરૂ કરશો તો 2થી 3 મહિનામાં તમને આ મંત્રની શક્તિ અનુભવ થઈ જશે. આ મંત્રના જાપથી તમારા અંદર આત્મબળ અને સકારાત્મક ઉપ્જાનો અદ્ભૂત સંચાર થશે.
સંકટથી મળશે છૂટકારો
ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।
ADVERTISEMENT
જો તમે કોઈ સંકટમાં છો અને તમને કોઈ રસ્તો નથી મળી રહ્યો તો હનુમાનજીના આ મંત્રનું સ્નાન કર્યા બાદ લાલ આસન પર બેસીને જાપ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે.
રોગની પીડાથી મુક્તિ માટે
नासे रोग हरे सब पीरा, जपत निरतंर हनुमत बीरा
જો તમે હનુમાન ચાલીસાનો પાઠ નિત્ય કરો છો તો આ ખૂબ જ ફાયદાકારક છે. છતાં તમે કોઈ કારણથી રોજ હનુમાન ચાલીસેનો પાઠ નથી કરી શકતા તો મંગળવારે આ પાઠ જરૂર કરો. જો તમે કોઈ રોગીની પીડાથી મુક્ત થવા માંગો છો તો હનુમાન ચાલીસામાં આપવામાં આવેલા આ મંત્રનો 11 વખત નિત્ય જાપ કરવાથી તમારી દરેક પીડા ધીરે ધીરે ઓછી થઈ જશે.
સફળતા મેળવવાનો મંત્ર
कवन सो काज कठिन जग माहीं, जो नहिं होइ तात तुम पाहीं
આ હનુમાનજીના સૌથી પ્રભાવશાળી મંત્રમાંથી એક છે. હકીકતે આ એક ચોપાઈ છે. તેના વિશે ધર્મ ગ્રંથો અને રામચરિતમાનસમાં જણાવવામાં આવ્યું છે કે તેના જાપ કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર સદા બની રહે છે. તેની સાથે જ તમારૂ રોકાયેલું કાર્ય ખૂબ જ જલ્દી પૂર્ણ થશે અને કોઈ પણ કાર્ય એવું જીવનમાં નથી હોતું જે હનુમાનજી ન કરી શકે અંતઃ તેમના માટે દરેક કાર્ય કરવું સંભવ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.