બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Gujaratis planning to travel on Holi? So railway has started special train, know the route

તમારા કામનું / ગુજરાતીઓ હોળી પર ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો રેલ્વેએ શરૂ કરી છે સ્પેશ્યલ ટ્રેન, જાણો રુટ

Megha

Last Updated: 04:59 PM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે હોળીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે એવામાં આ વખતે હોળીને ધ્યાનમાં રાખીને રેલવેએ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી દીધી છે.

  • રેલ્વે દર વર્ષે હોળી પહેલા મોટી સંખ્યામાં હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવે છે 
  • આ વખતે પણ રેલ્વેએ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી
  • આ છે હોળી સ્પેશિયલ ટ્રેન- ટાઈમ ટેબલ

special train: થોડા જ દિવસોમાં હોળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે અને લોકો હોળીમાં તેમના ઘરે જવા માંગે છે. જણાવી દઈએ કે આ વર્ષે હોળીનો તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. સામાન્ય રીતે જોવા મળે છે કે હોળીના કારણે ટ્રેનોમાં ઘણી ભીડ જોવા મળે છે. હોળી અને છઠ્ઠ દરમિયાન મુસાફરો ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં રેલ્વે દર વર્ષે હોળી પહેલા મોટી સંખ્યામાં હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવે છે એવી જ રીતે આ વખતે પણ હોળીને ધ્યાનમાં રાખીને રેલવેએ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી દીધી છે. 

આ છે હોળી સ્પેશિયલ ટ્રેન- ટાઈમ ટેબલ

વલસાડ- મુઝફ્ફરપુર હોળી સ્પેશિયલ ટ્રેન-
ટ્રેન નંબર 05269 બિહારના મુઝફ્ફરપુરથી ગુજરાતના વલસાડ સુધી દોડશે. આ ટ્રેન દર ગુરુવારે 9 થી 12 માર્ચ સુધી ચાલશે. આ ટ્રેન રાત્રે 8.10 વાગ્યે મુઝફ્ફરપુરથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 12.30 વાગ્યે વલસાડ પહોંચશે.
ટ્રેન નંબર 05270 12 થી 19 માર્ચ સુધી દર રવિવારે વલસાડથી મુઝફ્ફરપુર સુધી દોડશે. આ ટ્રેન વલસાડથી 1.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 2.30 વાગ્યે મુઝફ્ફરપુર પહોંચશે.
જણાવી દઈએ કે આ ટ્રેન હાજીપુર, છપરા, મઉ, અયોધ્યા કેન્ટ, લખનૌ, કાનપુર, સેન્ટ્રલ, ઇટાવા, આગ્રા કેન્ટ, કોટા, રતલામ અને સુરત સ્ટેશનો પર સ્ટોપ લેશે. 

રાજગીર-આનંદ વિહાર હોળી સ્પેશિયલ ટ્રેન-
ટ્રેન નંબર 03251 બિહારના રાજગીરથી દિલ્હીના આનંદ વિહાર સુધી દોડશે. જણાવી દઈએ કે આ ટ્રેન રાજગીરથી 10 માર્ચથી 24 માર્ચ સુધી દર સોમવાર અને શુક્રવારે રાત્રે 8 વાગ્યે ઉપડશે તો બીજા દિવસે તે 03.15 વાગ્યે દિલ્હી પહોંચશે.
આનંદ વિહારથી ટ્રેન નંબર 03252 11 માર્ચથી 25 માર્ચ સુધી દર શનિવાર અને મંગળવારે દોડશે. તે રાત્રે 11:30 વાગ્યે દિલ્હીથી નીકળશે અને બીજા દિવસે સાંજે 7:30 વાગ્યે રાજગીર પહોંચશે.
આ ટ્રેન બંને બાજુથી બિહારશરીફ, બખ્તિયારપુર, પટના, દાનાપુર, અરાહ, બક્સર, પ્રયાગરાજ, કાનપુર જેવા સ્ટેશનો પરથી પસાર થશે.

સહરસા-અંબાલા હોળી સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 05577 બિહારના સહરસાથી પંજાબના અંબાલા સુધી ચાલશે. આ ટ્રેન 10 માર્ચથી 17 માર્ચ સુધી દર શુક્રવાર અને મંગળવારે દોડશે. આ ટ્રેન સહરસાથી સાંજે 7.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 12.15 કલાકે પહોંચશે.
ટ્રેન નંબર 05578 દર રવિવાર અને ગુરુવારે 12 માર્ચથી 19 માર્ચ સુધી અંબાલાથી સહરસા સુધી ચાલશે. આ ટ્રેન સવારે 4.10 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે સવારે 9.45 વાગ્યે સહરસા પહોંચશે.
આ ટ્રેનો બંને બાજુથી બખ્તિયારપુર, સમસ્તીપુર, દરભંગા, સીતામઢી, રક્સૌલ, નરકટિયાગંજ, બગાહા, ગોરખપુર, સીતાપુર સ્ટેશનો પરથી પસાર થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ